By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીનના શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટી મંદીઃ સળંગ 12મા અઠવાડિયે ઘટાડો, રોકાણકારોના 329 લાખ કરોડ ડૂબ્યા
    3 days ago
    હોર્મુઝમાં જહાજ પર હુમલો, 27 ભારતીય સુરક્ષિત
    3 days ago
    વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાં હેકર્સની Heist : ₹50,000 કરોડની મહાલૂંટ
    4 days ago
    ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું
    4 days ago
    દુનિયા માટે ખતરાની ઘંટડી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મુંબઇ નજીક કરજતમાં 100 એકરમાં સ્થપાશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’
    21 hours ago
    રેકોર્ડબ્રેક : UPI દ્વારા રોજ ₹1 લાખ કરોડથી વધુના વ્યવહારો
    22 hours ago
    હવાઈ મુસાફરોને-ઝટકો! : 1 જાન્યુઆરીથી સરકારની દખલગીરી થશે ખતમ
    22 hours ago
    કાલે રામલીલા મેદાન ગજવશે વિપક્ષઃ ભાજપની પણ રેલી
    3 days ago
    આવતીકાલથી GST હેઠળ કોઈ ધરપકડ નહીં
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    3 days ago
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    6 days ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    6 days ago
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    1 week ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 days ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બ્રાઝિલના રસ્તા પર 7 લાખ લોકો ઊતર્યા: બધા બોલ્સોનારોના સમર્થક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > બ્રાઝિલના રસ્તા પર 7 લાખ લોકો ઊતર્યા: બધા બોલ્સોનારોના સમર્થક
આંતરરાષ્ટ્રીય

બ્રાઝિલના રસ્તા પર 7 લાખ લોકો ઊતર્યા: બધા બોલ્સોનારોના સમર્થક

Khaskhabar Editor
Last updated: 2024/02/26 at 5:15 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

પૂર્વ રાષ્ટ્રપતિ સામે લાગેલા તખતાપલટના આરોપનો પ્રચંડ વિરોધ

ખાસ-ખબર સંવાદદાતા
બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના 7 લાખથી વધુ સમર્થકો ફરી એકવાર રસ્તા પર ઊતરી આવ્યા છે. તેમણે બોલ્સોનારો સામે લાગેલા બળવાના પ્રયાસના આરોપોનો વિરોધ કર્યો. ચૂંટણી પ્રતિબંધનો પણ વિરોધ કર્યો. ભારતીય સમય અનુસાર, રવિવારે મોડીરાત્રે બોલ્સોનારોની જાન્યુઆરી 2023માં થયેલી હિંસા અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમના પર ઓક્ટોબર 2022માં થયેલી ચૂંટણીમાં હાર બાદ તખતાપલટ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો હતો. બોલ્સોનારોએ આ આરોપોને ફગાવી દીધા અને તેમને પાયાવિહોણા ગણાવ્યા. તેમણે કહ્યું- બળવો કેવી રીતે થાય? જ્યારે સૈન્ય ટેન્કો શેરીઓમાં મૂકવામાં આવે છે,એ લોકો પાસે શસ્ત્રો હોય છે. પરંતુ જાન્યુઆરી 2023માં આવું કંઈ બન્યું ન હતું. મેં બળવાનો પ્રયાસ કર્યો નથી. આ વિરોધપ્રદર્શન બ્રાઝિલના સૌથી મોટા શહેર સાઓ પાઉલોમાં થયું હતું. આ દરમિયાન બોલ્સોનારો સમર્થકોને શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા. અમેરિકન મીડિયા બ્લૂમબર્ગ અનુસાર, સાઓ પાઉલોમાં લગભગ 7 લાખ 50 હજાર બોલ્સોનારો સમર્થકો એકઠા થયા હતા. બ્રાઝિલના સૌથી મોટા શહેર સાઓ પાઉલોમાં બોલ્સોનારોના સમર્થકોએ રેલી કાઢી હતી. આ પ્રદર્શનને બોલ્સોનારોએ પોતે બોલાવ્યું હતું. તેમણે 20 મિનિટનું ભાષણ આપ્યું હતું. જેમાં તેમની સામેના આરોપોને ખોટા જાહેર કરાયા હતા. લોકોને રસ્તા પર ઊતરીને પોતાની તાકાત બતાવવા કહ્યું. આ પછી તે રેલીમાં જોડાયા. બોલ્સોનારો હાથમાં ઇઝરાયલનો ધ્વજ પકડેલો જોવા મળ્યા હતા.

- Advertisement -

તખતાપલટના શું આક્ષેપો કરવામાં આવ્યા

ઓક્ટોબર 2022માં બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીઓમાં બોલ્સોનારો લગભગ 21 લાખ 39 હજાર મતોથી હારી ગયા અને લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા જીતી ગયા. લુલા દા સિલ્વાએ 1 જાન્યુઆરી 2023ના રોજ શપથ લીધા હતા. એક અઠવાડિયા પછી 8 જાન્યુઆરી, 2023 ના રોજ હજારો બોલ્સોનારો સમર્થકોએ પોલીસ બેરિકેડ તોડીને સંસદ, સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કર્યો અને તોડફોડ કરી. આ પછી પોલીસે હંગામો મચાવનારા 400 લોકોની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ બોલ્સોનારો પર હિંસા ભડકાવવાનો આરોપ લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિનું નામ પણ તેની તપાસમાં સામેલ કરવાનો આદેશ આપ્યો હતો. નિષ્ણાતોના મતે બોલ્સોનારોએ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી પ્રેરિત થઈને આવું કર્યું હતું. હકીકતમાં બે વર્ષ પહેલાં 6 જાન્યુઆરી 2021ના રોજ અમેરિકામાં પણ આવી જ હિંસા થઈ હતી. ચૂંટણી હારી ગયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો કેપિટલ હિલ એટલે કે યુએસ સંસદમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી હતી. જુલાઈ 2022 માં બોલ્સોનારોએ 8 વિદેશી રાજદૂતો સાથે બેઠક યોજી હતી, જેમાં તેણે બ્રાઝિલની ચૂંટણી પ્રણાલી પર સવાલો ઉઠાવ્યા હતા અને હેરાફેરીના આરોપો લગાવ્યા હતા. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું હતું કે બોલ્સોનારોએ વિદેશી રાજદૂત સાથેની મિટિંગનો ઉપયોગ કાવતરાના ભાગરૂપે શંકા પેદા કરવા માટે કર્યો હતો. તેમણે લોકોના મનમાં આશંકા ઊભી કરવાનો પ્રયાસ કર્યો કે 2022ની ચૂંટણીનાં પરિણામોમાં ધાંધલ ધમાલ થશે. આ પછી તેમના પર તેમના પદ અને મીડિયાનો દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણીમાં હાર બાદ બોલ્સોનારોએ સત્તાનો દુરુપયોગ કર્યો અને દેશની ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ પર શંકા વ્યક્ત કરી. આ કિસ્સામાં, 30 જૂન, 2023 ના રોજ, બોલ્સોનારો પર 7 વર્ષ માટે એટલે કે 2030 સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

You Might Also Like

ચીનના શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટી મંદીઃ સળંગ 12મા અઠવાડિયે ઘટાડો, રોકાણકારોના 329 લાખ કરોડ ડૂબ્યા

હોર્મુઝમાં જહાજ પર હુમલો, 27 ભારતીય સુરક્ષિત

વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાં હેકર્સની Heist : ₹50,000 કરોડની મહાલૂંટ

ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું

દુનિયા માટે ખતરાની ઘંટડી

TAGGED: Bolsonaro, brazil, PROTEST, supporters
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતીય નૌસેનાનું વધુ એક પરાક્રમ
Next Article મહારાષ્ટ્રમાં ભારે હિંસા ફાટી નીકળી: કલમ 144 લાગુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ડેકોરા ગ્રુપના માલિક ચિરાગ પટેલની એડવાન્સ બર્થડે પાર્ટીમાં પોલીસ મહેમાન બની ત્રાટકી

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ભવાની ધામ બનશે સમસ્ત રાજપૂત સમાજની એકતા, આસ્થા અને શૈક્ષણિક ઉત્કર્ષનું કેન્દ્ર
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મુંબઇ નજીક કરજતમાં 100 એકરમાં સ્થપાશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’
રેકોર્ડબ્રેક : UPI દ્વારા રોજ ₹1 લાખ કરોડથી વધુના વ્યવહારો
હવાઈ મુસાફરોને-ઝટકો! : 1 જાન્યુઆરીથી સરકારની દખલગીરી થશે ખતમ
રાજકોટના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. મિહિર તન્નાનું ‘સ્વ. પદ્મશ્રી વી. સી. પટેલ સાયન્ટિફિક એવોર્ડ’થી સન્માન
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ચીનના શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટી મંદીઃ સળંગ 12મા અઠવાડિયે ઘટાડો, રોકાણકારોના 329 લાખ કરોડ ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝમાં જહાજ પર હુમલો, 27 ભારતીય સુરક્ષિત

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરરાષ્ટ્રીય

વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાં હેકર્સની Heist : ₹50,000 કરોડની મહાલૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?