આજે ફિલ્મ જગતની અનેક મોટી હસ્તીઓને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં મનોરંજન સંબંધિત વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા.
આજ રોજ 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે. આજે ફિલ્મ જગતની અનેક મોટી હસ્તીઓને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં મનોરંજન સંબંધિત વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ વખતે બોલિવૂડ એક્ટર અજય દેવગન અને સૂર્યાને બેસ્ટ એક્ટર માટે પસંદ કરવામાં આવ્યા છે. અજય દેવગનને ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયર માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. અજયની ફિલ્મ તાનાજીને બે નેશનલ એવોર્ડ મળ્યા છે.
- Advertisement -
રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ્સ એનાયત થયા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તમામ ફિલ્મી હસ્તીઓને પોતાના હાથે સન્માનિત કરશે. આ એવોર્ડ્સ માટે વિજેતાઓનું નામ ખાસ જ્યુરી દ્વારા પસંદ કરવામાં આવે છે. આ વર્ષે જુલાઈમાં 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી હતી. અભિનેતા અજય દેવગણ અને સૂર્યાને શ્રેષ્ઠ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા. આ જ સમારંભમાં વીતેલા જમાનાની અભિનેત્રી આશા પારેખને પણ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. સાઉથની ફિલ્મોમાં આ વખતના નેશનલ એવોર્ડનો દબદબો છે. આ વખતે સૂર્યાની ફિલ્મ ‘સૂરરાઈ પોતરુ’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો. સમારોહ સાંજે 4-5 વાગ્યે શરૂ થશે.
આશા પારેખને રાષ્ટ્રપતિના હસ્તે દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત
નવી દિલ્હી ખાતે શુક્રવારે 68માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં વીતેલા જમાનાના લોકપ્રિય અને પીઢ હીરોઈન આશા પારેખને તેમના ફિલ્મ ઉદ્યોગમાં યોગદાન બદલ પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સન્માનીત કરાયા હતા. આ તકે કેન્દ્રીય પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર ઉપસ્થિત હતા.
- Advertisement -
Prime Minister Narendra Modi congratulates Asha Parekh on being conferred the Dadasaheb Phalke award. pic.twitter.com/vBYvfdTWOp
— ANI (@ANI) September 30, 2022
68માં નેશનલ એવોર્ડ્સમાં કઈ કઈ સેલિબ્રિટીનો કઈ કેટેગરીમાં સમાવેશ થાય છે તેનું સંપૂર્ણ લિસ્ટ:
1. બેસ્ટ એક્ટર – અજય દેવગણ (તાન્હાજી ધ અનસંગ વોરિયર) અને સાઉથ એક્ટર સૂર્યા
2. બેસ્ટ હિંદી ફિલ્મ – તુલસીદાસ જુનિયર
3. બેસ્ટ અભિનેત્રી – અપર્ણા બાલામુરાલી (Soorarai Pottru માટે)
4 બેસ્ટ સ્પોર્ટિંગ એક્ટર – બીજુ મેનન (AK અયપ્પનમ કોશિયમ માટે)
5. બેસ્ટ ડાયરેક્ટર – મલયાલમ ડિરેક્ટર સચિદાનંદન કેઆર (અયપ્પનમ કોશિયમ)
6. બેસ્ટ સ્પોર્ટિંગ એક્ટ્રેસ – લક્ષ્મી પ્રિયા ચંદ્રમૌલી (સિલા પેંગલમ માટે શિવરંજિનિયમ ઈનમ)
7. સ્પેશિયલ મેન્શન જ્યુરી એવોર્ડ – ચાઈલ્ડ આર્ટિસ્ટ વરુણ બુદ્ધદેવ
8. મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ – મધ્યપ્રદેશ
9. વિશેષ ઉલ્લેખ રાજ્ય – ઉત્તરાખંડ અને યુપી
10. સિનેમા એવોર્ડ પર બેસ્ટ રાઇટિંગ – ધ લોન્ગેસ્ટ કિસ (The Longest Kiss)
11. બેસ્ટ ફિચર ફિલ્મ – સૂરરાઈ પોતરુ
12. બેસ્ટ પોપ્યુલર ફિલ્મ – તાન્હાજી ધ અનસંગ વોરિયર
13. બેસ્ટ પ્લેબેક સિંગર ફિમેલ – નંચમ્મા (અયપ્પનમ કોશિયમ માટે)
14. બેસ્ટ પ્લેબેક સિંગર મેલ – રાહુલ દેશપાંડે (મરાઠી ફિલ્મ આઈ એમ વસંતરાવ માટે)
15. બેસ્ટ લિરિક્સ – મનોજ મુન્તાશીર (સાઇના માટે)
16. આશા પારેખ- દાદા સાહેબ ફાળકે એવોર્ડ
આ સેરેમનીમાં અજય દેવગણ, સિંગર અપર્ણા બાલમુરલી, ગીતકાર મનોજ મુંતશીર, ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા.