ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
યુવા રોકાણકારોની MFને બદલે સીધા જ સ્ટોક્સમાં રોકાણની પ્રથમ પસંદગી
- Advertisement -
દેશના યુવાનો હવે મ્યુચ્યુઅલ ફંડ રૂટને બદલે સીધા જ ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. ફિનટેક બ્રોકરેજ ફર્મ એન્જલ વનની પહેલ ફિન વનના એક રિપોર્ટ અનુસાર 93% યુવા વયસ્કો સતત બચતને પ્રાધાન્ય આપી રહ્યા છે, જેમાંથી મોટા ભાગના યુવાનો દર મહિને કુલ આવકના 20-30% રકમની બચત કરવાનું પસંદ કરે છે.
તદુપરાંત, પસંદગીના રોકાણ તરીકે સ્ટોક્સ પ્રથમ સ્થાને છે, જેમાં 45% યુવા રોકાણકારો ફિક્સ્ડ ડિપોઝિટ, સોનું જેવા પરંપરાગત વિકલ્પોને બદલે શેર્સમાં રોકાણ કરવાને વધારે પ્રાધાન્ય આપી રહ્યાં છે. અત્યારે દેશના 58% યુવા રોકાણકારો શેર્સમાં રોકાણ કરે છે, જ્યારે 39% મ્યુચ્યુઅલ ફંડને પ્રાથમિકતા આપી રહ્યા છે. જો કે ફિકસ્ડ ડિપોઝિટ (22%) અને રિકરિંગ ડિપોઝિટ્સ (26%)માં યુવાનો ઓછુ રોકાણ કરે છે. જે યુવાનોમાં સ્થિર બચત અને ઊંચા વળતર વચ્ચે સંતુલિત અભિગમ દર્શાવે છે.રિપોર્ટમાં દેશના 13 શહેરોના 1,600 યુવા ભારતીયોના ડેટા એકત્ર કરવામાં આવ્યા હતા, જેમાં તેમનું બચતનું વલણ, રોકાણની પસંદગી, નાણાકીય સાક્ષરતા અને ટેક્નોલોજી અને ફાઇનાન્સિયલ ટૂલનો ઉપયોગ સામેલ છે. રિપોર્ટમાં ડિજિટલ પ્લેટફોર્મ્સ અને ટેક્નોલોજીના ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં 68% યુવાનો નિયમિતપણે ઓટોમેટેડ સેવિંગ ટૂલનો ઉપયોગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું.
85% યુવાનો માટે બચતમાં જીવનનિર્વાહનો ઉચ્ચ ખર્ચ અવરોધ શિસ્તબદ્ધ બચતની આદત હોવા છતાં 85% યુવા ભારતીયો પોતાની બચતમાં જીવનનિર્વાહનો વધુ ખર્ચ અને તેમાં પણ ખાદ્ય ચીજવસ્તુઓ, યુટિલિટી અને પરિવહનના વધુ ખર્ચને તેમની બચતમાં અવરોધરૂપ બના છે. જે દર્શાવે છે કે ભારતીય યુવાનો માટે જીવનનિર્વાહનો ઉચ્ચ ખર્ચ સૌથી મોટો પડકાર છે.
- Advertisement -
ONGCનો નફો 25% ઘટીને રૂ.10273 કરોડ થયો
બીજા ક્વાર્ટરમાં આવકમાં 8%નો વધારો, કંપની શેર દીઠ રૂ.6નું ડિવિડન્ડ આપશે
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) એ નાણાકીય વર્ષ 2024-25 ના બીજા ક્વાર્ટરમાં રૂ. 10,273 કરોડનો ચોખ્ખો નફો (એકિકૃત ચોખ્ખો નફો) કર્યો છે. વાર્ષિક ધોરણે તેમાં 25%નો ઘટાડો થયો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 13,703 કરોડનો નફો નોંધાવ્યો હતો. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઘગૠઈની કોન્સોલિડેટેડ ઓપરેશનલ રેવન્યુ રૂ. 1,58,329 કરોડ (રૂ. 1.58 લાખ કરોડ) હતી. વાર્ષિક ધોરણે તેમાં 7.25%નો વધારો થયો છે. એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં (જુલાઈ-સપ્ટેમ્બર 2023), કંપનીએ રૂ. 1,47,614 કરોડ (રૂ. 1.48 લાખ કરોડ)ની આવક ઊભી કરી હતી. માલસામાન અને સેવાઓના વેચાણમાંથી પ્રાપ્ત થતી રકમને આવક કહેવાય છે.પરિણામોની સાથે ONGCના બોર્ડે શેરધારકોને શેર દીઠ રૂ. 6ના વચગાળાના ડિવિડન્ડને પણ મંજૂરી આપી છે. કંપનીઓ નફાનો અમુક હિસ્સો તેમના શેરધારકોને આપે છે, તેને ડિવિડન્ડ કહેવાય છે.કંપનીઓ તેમના નાણાકીય પરિણામો બે ભાગમાં જાહેર કરે છે – એકલ અને એકીકૃત. સ્ટેન્ડઅલોન માત્ર એક યુનિટની નાણાકીય કામગીરી દર્શાવે છે. જ્યારે, એકીકૃત નાણાકીય અહેવાલમાં, સમગ્ર કંપનીનો અહેવાલ છે.અહીં, ONGC પાસે 6 પેટાકંપનીઓ, 6 સંયુક્ત સાહસો અને 3 સહયોગી છે. આ તમામના નાણાકીય અહેવાલોને એકીકૃત કહેવામાં આવશે. જ્યારે, ONGCનું અલગ પરિણામ સ્ટેન્ડઅલોન કહેવાશે.જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો પહેલા, ઘગૠઈના શેર 2.02% ના ઘટાડા પછી આજે એટલે કે સોમવાર, નવેમ્બર 11 ના રોજ 257.25 ના સ્તરે બંધ થયા હતા. કંપનીનો શેર છેલ્લા એક મહિનામાં 12.07% અને 6 મહિનામાં 3.62% ઘટ્યો છે.