અત્યાર સુધીમાં બધા મળી શહેર–જિલ્લામાં ૩૦ લાખથી વધુ ડોઝ અપાયા
રાજકોટ તા. ૨૯ સપ્ટેમ્બર – કોરોના સામે સુરક્ષિતા પુરી પાડતી વેક્સિનેશન અર્થે આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ શહેર તેમજ જિલ્લામાં સઘન રસીકરણ ઝુંબેશ હેઠળ આજ સુધીમાં રાજકોટ શહેરના ૧૦,૮૮,૫૨૩ લોકોને પ્રથમ ડોઝ સાથે ૯૫ % તેમજ જિલ્લામાં ૧૦,૧૭,૬૮૯ લોકોને એટલે કે ૯૦ % લોકોએ વેક્સીનનો પ્રથમ ડોઝ મેળવી ચુક્યા છે. તેમજ રાજકોટ શહેરના ૫,૬૨,૯૦૬ લોકોને બિજો ડોઝ સાથે ૫૨ % તેમજ જિલ્લામાં ૪,૧૫,૨૭૦ લોકોને એટલે કે ૪૧ % લોકોએ વેક્સીનનો બિજો ડોઝ મેળવી ચુક્યા છે. સરેરાશ રાજકોટ શહેરમાં ૫૧% અને જિલ્લામા ૩૭% ફુલ્લી વેક્સીનેટેડ થયા છે.
- Advertisement -
હાલ સુધીમાં રાજકોટ શહેરમાં પ્રથમ તેમજ બીજો ડોઝ મળી ૧૬,૫૧,૪૨૯ ડોઝ તેમજ જિલ્લામાં ૧૪૩૨૯૫૯ ડોઝ સાથે કુલ ડોઝ ૩૦,૮૪,૩૮૮ અપાયા હોવાનું વિભાગીય નિયામક ડો. રૂપાલીબેન મહેતાની યાદીમાં જણાવ્યું છે.