પ્રો. ચક્રવાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના પૂર્વ પ્રોફેસર પણ રહી ચુકયા છે
શિક્ષણ ક્ષેત્રે અદ્વિતીય યોગદાન અને સિદ્ધિઓ બદલ એશિયન કાઉનિસલ ફોર એજયુકેશન એન્ડ રિસર્ચ (યુકે) દ્વારા બહુમાન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુરુ ઘાસીદાસ વિશ્વવિદ્યાલય (કેન્દ્રીય વિશ્વવિદ્યાલય)ના કુલપતિ પ્રોફેસર આલોક કુમાર ચક્રવાલને એશિયન કાઉન્સિલ ફોર એજયુકેશન એન્ડ રિસર્ચ (યુનાઈટેડ કિંગડમ ગ્લોબલ એક્રેડિટેશન, યુકે) દ્વારા નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રો. ચક્રવાલને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર તેમના શિક્ષણ ક્ષેત્રે અદ્વિતીય યોગદાન અને નોંધપાત્ર સિદ્ધિઓ 11 માટે પ્રદાન કરવામાં આવ્યો છે. આ સન્માન પ્રાપ્ત કરવા બદલ બોલતા, કુલપતિ પ્રોફેસર ચકવાલે જણાવ્યું કે, ગુરુ ઘાસીદાસ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયે નૈક દ્વારા ઍ માન્યતા પ્રાપ્ત કરવાની સાથે જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની વિવિધ રેન્કિંગમાં મમ પોતાનો પરચમ લહેરાવ્યો છે, જે તેની ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. તેમણે ઉમેર્યું કે, આ પ્રતિષ્ઠિત ઓળખ વિશ્વવિદ્યાલયને ભારતના મુખ્ય રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં સામેલ કરે છે. પ્રો ચક્રવાલે વધુમાં જણાવ્યું કે, વિશ્વવિદ્યાલય દ્વારા સંશોધન, પેટન્ટ, નવીનતા અને પ્રતિષ્ઠિત જર્નલ્સમાં પ્રકાશનમાં કરવામાં આવેલા ઉત્કૃષ્ટ પ્રયાસો તેની વિશ્વ કક્ષાના વિશ્વવિદ્યાલયો સાથે સ્પર્ધા કરવાની ક્ષમતા દર્શાવે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આ – ઉપલબ્ધિ ફક્ત સન્માનનું પ્રતીક નથી પરંતુ એક મોટી જવાબદારી પણ છે.
કુલપતિ પ્રોફેસર ચક્રવાલને આ સન્માન તેમના સ્મર્પણ, સંકલ્પશક્તિ અને સતત પ્રયાસો તેમજ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેની તેમની લગન અને આયોજનબદ્વ કાર્યશૈલી માટે આપવામાં આવ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને સંપૂર્ણ સ્વરૂપમાં લાગુ કરવાથી ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાશે. તેમણે ઉમેર્યું કે, વિશ્વવિદ્યાલય આ હેતુ માટે પોતાની ગુરુત્તર જવાબદારીઓનું સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પિત ભાવથી નિર્વહન કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પ્રોફેસર આલોક કુમાર ચક્રવાલ ગુરુ વાસીદાસ વિશ્વવિદ્યાલયના કુલપતિ હોવા ઉપરાંત 24 વર્ષથી વધુનો શૈક્ષણિક અનુભવ ધરાવતા એક કુશળ શિક્ષણવિદ્ છે. તેમણે અનેક પીએચ.ડી. અને એમ.ફિલ. વિદ્વાનોને માર્ગદર્શન આપ્યું છે અને તેમની શૈક્ષણિક કારકિર્દીમાં ત્રણ સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત કર્યા છે. તેમને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં શ્રેષ્ઠ પેપર પુરસ્કારો પણ મળ્યા છે અને તેમણે મહત્વપૂર્ણ સંશોધન પ્રોજેક્ટ્સનું નેતૃત્વ પણ કર્યું છે. વધુમાં, પ્રોફેસર ચક્રવાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ, ગુજરાતના વાણિજય અને વ્યવસાય વહીવટ વિભાગમાં પ્રોફેસર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.