ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
સાવરકુંડલા શહેરની પ્રસ્તુત તસવીરમાં એક ગાય એક બોરવેલના પાઈપ લાઈન દ્વારા પાણી અપાતાં વાલ્વ ઉપર લીક થતાં પાણીનો એક નાનકડા એવા પાઈપમાં મોઢું નાખીને પાણી પીવાનો પ્રયાસ કરી રહી છે.!! આ વાલ્વમાંથી નીકળતાં પાણીથી પોતાની તૃષા છીપાવવા પ્રયાસ કરી રહી છે.!! શહેરની કરુણતા પણ એ છે કે શહેરમાં રસ્તે રખડતાં પશુઓની સંખ્યા પણ ઘણી છે. જ્યારે ઘાસચારો કે પશુઓના આહાર માટે તો રામ ધણી જેવી સ્થિતિ હોય તેમ લાગે છે.!!! જો કોઈના હ્રદયમાં રામ વસે તો આ અબોલ પશુઓને ભોજન માટે કંઈક આપે. પરંતુ પશુઓને પીવાનું પાણી પણ પર્યાપ્ત માત્રામાં તો જોઈએ’ને? આ રસ્તે રઝળપાટ કરી રહેલાં મૂંગા અબોલ નિર્દોષ પશુઓ માટે પાણી પીવાની વ્યવસ્થા ક્યાં? અને કેવી? જો કે કોઈ જીવદયા પ્રેમી હોય તો ઘર પાસે પાણીની નાની કુંડીઓમાં પાણી ભરે છે. પરંતુ એવા તો ખૂબ જૂજ હોય’ને? તરસ છીપાવવા માટે આ રખડતાં પશુઓ માટે એ પાણી અમૃત સમાન હોય છે. બોરવેલનું પાણી તો ગરમ હોય.. છતાં બીજો વિકલ્પ ન હોય રસ્તા કે શેરીઓમાં રખડતા પશુઓ એ પાણીથી પણ તરસ છીપાવવાનો પ્રયાસ કરતાં જોવા મળે છે.!!! ગાયને આપણે માતા તરીકે પૂજીએ છીએ તેની આવી હાલત માટે જવાબદાર કોણ?