ભોગબનનાર બાળકને 1500 કી.મી. દુર દીલ્હી ખાતેથી 36 કલાકમાં હેમખેમ શોધી કાઢી લાવી ભક્તિનગર પોલીસે તેના વાલીને સોંપી સરાહનીય કામગીરી કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગઇ તા-05-06ના રોજ ફરીયાદી પોલીસ સ્ટેશન ખાતે આવી પોતાની ફરીયાદ જાહેર કરેલુ કે, પોતાના દિકરા (ઉ.વ.- 15) વાળાને કોઇ અજાણ્યો ઇસમ લલચાવી ફોસલાવી લાલચ આપી કે અન્ય કોઇ ઇરાદે તેઓના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલાની ફરીયાદ જાહેર કરતા ફરીયાદીની ફરીયાદ પરથી ભક્તિનગર પો.સ્ટેમાં ગુન્હો દાખલ કરવામાં આવેલો છે.
- Advertisement -
આ ગુન્હાની ગંભીરતા જોતા ભોગબનનાર બાળકને કાઇ નુકશાન થાય તે પહેલા શોધી લેવા સારૂ ઉપરી અધિકારીનાઓએ સૂચના તેમજ માર્ગદશન આપેલું હોય. જે અન્વયે પોલીસ ઇન્સપેકટર મયુરધ્વજસિંહ એમ. સરવૈયા નાઓના સીધા માર્ગદશન હેઠળ સર્વેલન્સ પો.સબ ઇન્સ જે.જે.ગોહીલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ ટેક્નીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસથી તપાસ કરતા ભોગબનનાર બાળક સુરેન્દ્રનગર ખાતે હોવાનું જાણવા મળેલુ જેથી સુરેન્દ્રનગર તપાસ કરતા ભોગબનનાર બાળક સુરેન્દ્રનગર ખાતેથી મળી આવેલો ન હતો. તે દરમ્યાન ટેક્નીકલ સોર્સીસથી આ બાળક મહેસાણા – અમદાવાદ તરફ હોવાનું જાણવા મળેલુ જેથી મહેસાણા ખાતે તપાસ કરતા મહેસાણા બાળક બાબતે માહીતી મળેલી ન હતી. જેથી તુરત અમદાવાદ રેલ્વે સ્ટેશન તથા બસ સ્ટેશન ખાતે બાળકની તપાસ કરતા હ્યુમન સોર્સીસથી જાણવા મળેલુ કે, બાળક દીલ્લી તરફ ગયું છે. જેથી ગુન્હાની ગંભીરતા જોતા તુરત પોલીસ ટીમ જેમા પો.કોન્સ. મહાવિરસિંહ મહોબ્બતસિંહ તથા પો.કોન્સ. પ્રકાશભાઇ લાલજીભાઈને દિલ્હી તપાસમાં જવા રવાના કરેલા જેઓએ દીલ્હી ખાતે ન્યુ દિલ્હી એરપોર્ટ, મેટ્રો રેલ્વે સ્ટેશન, આજુ બાજુની હોટલોમાં બાળક બાબતે તપાસ કરતા હ્યુમન સોર્સીસથી બાળક પહરગંજ વિસ્તારમાં હોવાની માહીતી મળતા પહરગંજ વિસ્તારમાં આવેલી તમામ હોટલો તથા હોટલની આસપાસ ઉભી રહેતી ટેક્સી ચાલક તથા રીક્ષા ચાલકને બાળક બાબતે પુછપરછ કરતા હ્યુમન સોર્સીસથી બાળકને નોઇડા વિસ્તારમાં જોયેલીની માહીતી મળેલી જેથી તપાસમા ગયેલા પોલીસ સ્ટાફ નોઇડા વિસ્તારમાં જઇ નઇડા વિસ્તારમાં આવેલા જુદા જુદા સેકટરમાં હોટલો તથા ટેક્સી સ્ટેન્ડમાં બાળક બાબતે તપાસ કરેલી જેમાં નોઇડા મેટ્રો રેલ્વે સ્ટેશન ખાતે તપાસ કરતા. બાળક ત્યાથી મળી આવેલુ અને ટેક્નીકલ તથા હ્યુમન સોર્સીસથી તપાસ કરી 1500 કી.મી. નુ અંતર કાપી 36 કલાકમાં ભોગબનનારને શોધી કાઢી તેના વાલીને સોંપવામાં આવ્યું.