રાજકોટમાં કુલ દર્દીઓની સંખ્યા 105 પર પહોંચી
સાબરકાંઠામાં 16 વર્ષની કિશોરીનું મોત, રેમડેસિવિર, ટોસિલિઝુમેબ આપી બચાવવા પ્રયાસ કરાયો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં કોરોનાના વધુ 10 કેસ નોંધાયા છે. ગઇકાલે (8 જૂન) અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠાની 16 વર્ષીય કોરોના પોઝિટિવ કિશોરીનું મૃત્યુ થયું છે. તેને કોરોનાની લહેર વખતે દર્દીઓને અપાતા રેમડેસિવિર, ટોસિલિઝુમેબ ઇન્જેક્શનથી બચાવવા પ્રયાસ કરાયો હતો. ગઇકાલે ગુજરાતમાં 185 નવા કેસ નોંધાતાં રાજ્યમાં કુલ 980 એક્ટિવ કેસ છે. દેશભરમાં કોરોનાના કેસોમાં ફરીથી આંશિક વધારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં સાબરકાંઠાની 16 વર્ષીય કોરોના પોઝિટિવ કિશોરીનું રવિવારે મૃત્યુ થયું છે. તેને કોરોનાની લહેર વખતે દર્દીઓને અપાતા રેમડેસિવિર, ટોસિલિઝુમેબ ઇન્જેક્શનથી બચાવવા પ્રયાસ કરાયો હતો, જોકે તેને કોરોનાની સાથે હિપેટાઇટિસ-બીનું પણ નિદાન થયું હોવાથી હિપેરીનનું ઇન્જેક્શન પણ અપાયું હતું, પરંતુ તેના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થયો નહોતો. શહેરમાં અત્યારે આવી રહેલા કોરોનાના દર્દીઓમાં કોઈને ટોસિલિઝુમેબ આપ્યાનો આ પ્રથમ કેસ છે. જ્યારે અત્યારસુધીમાં ચાર મહિલાનાં મોત થયાં છે.
રાજકોટમાં નોંધાયેલા કેસોમાં 2 મહિલા અને 8 પુરુષનો સમાવેશ થાય છે. અત્યારસુધીમાં કુલ દર્દીઓની સંખ્યા 105 પર પહોંચી ગઈ છે. નવા કેસની સાથે રિકવરીમાં પણ ઝડપી વધારો જોવા મળ્યો છે. આજે વધુ 10 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. છેલ્લા 4 દિવસમાં 29 દર્દીએ કોરોનાને હરાવ્યો છે. અત્યારસુધીમાં કુલ 54 દર્દી હોમ આઇસોલેશનથી કોરોનામુક્ત થયા છે. હાલ 51 દર્દી સારવારમાં જે પૈકી માત્ર 4 સિવિલમાં દાખલ છે. તમામ દર્દીઓની સ્થિતિ સ્ટેબલ હોવાનો આરોગ્ય વિભાગે દાવો કર્યો છે.
- Advertisement -
દેશના 11 રાજ્યોમાં કોરોનાથી 65ના મોત: દેશભરમાં એક્ટિવ કેસ 6100થી વધુ
કેન્દ્રના નિર્દેશ- રાજ્યો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને બેડની વ્યવસ્થા કરે
જમ્મુની એક સ્કૂલમાં માસ્ક પહેરીને સવારની પ્રાર્થના કરતા બાળકો. કર્ણાટકના રાયચુરમાં રિમ્સ હોસ્પિટલમાં કોવિડ વોર્ડ બનાવવામાં આવ્યો છે.દેશભરમાં કોરોનાથી મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં 11 રાજ્યોમાં કોરોનાને કારણે 65 દર્દીઓના મોત થયા છે. આમાંથી 58 મૃત્યુ છેલ્લા 10 દિવસમાં થયા છે. એક અઠવાડિયાથી સરેરાશ દરરોજ 5-6 લોકો મૃત્યુ પામી રહ્યા છે.કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6133 પર પહોંચી ગઈ છે. કેરળમાં સૌથી વધુ 1950 કેસ છે. આ પછી, ગુજરાતમાં 822, પશ્ચિમ બંગાળમાં 693 અને દિલ્હીમાં 686 એક્ટિવ કેસ છે. દરરોજ લગભગ 400 નવા કેસ નોંધાઈ રહ્યા છે.
આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રના જણાવ્યા અનુસાર, કોરોનાના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્ર સરકાર તૈયારી માટે મોક ડ્રીલ કરી રહી છે. તમામ રાજ્યોને ઓક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓ માટે પૂરતી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.ભારતનાં અનેક રાજ્યોમાં નવા કોવિડ-19 કેસોમાં વધારો થવા વચ્ચે દેશમાં ચાર નવા પ્રકારો મળ્યા છે. ઈંઈખછના ડિરેક્ટર ડો. રાજીવ બહલે જણાવ્યું હતું કે દક્ષિણ અને પશ્ચિમ ભારતમાંથી ક્રમબદ્ધ કરાયેલા વેરિયન્ટ કઋ.7, ડઋૠ, ઉંગ.1 અને ગઇ.1.8.1 શ્રેણીના છે.
કોરોનાના કેસમાં વધારા સાથે રિકવરી પણ ઝડપી
રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જોકે તેની સામે રિકવરી રેટમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. આજે વધુ 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 2 મહિલા અને 8 પુરુષનો સમાવેશ થાય છે. આ સાથે શહેરમાં અત્યારસુધીમાં કુલ દર્દીઓની સંખ્યા 105 પર પહોંચી ગઈ છે. નવા કેસ ચિંતાનો વિષય છે, પરંતુ આશાની વાત એ છે કે કોરોનાને માત આપનારા દર્દીઓની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. આજે વધુ 10 દર્દી કોરોનામુક્ત થતાં રિકવરી પામેલા દર્દીઓનો કુલ આંક 54 થયો છે.