ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી એસપી સંજય ખરાતની સુચનાથી પ્રોહીબીશન અને જુગાર અંગે ડ્રાઇવનુ આયોજન કરેલ હોય અને જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી હતી. રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એસ પલાસ તેમજ ડુંગર પોલીસ ટીમ ડુંગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતી અને તે દરમ્યાન બાતમીના આધારે જઇઈં બેંક પાસે શેરીમાં જાહેરમાં કેટલાક ઇસમો પૈસા પાનાથી હાર જીતનો જુગાર રમે છે તેવી બાતમી મળતા બાતમી વાળી જગ્યાએ જઇ પોલીસે જુગાર રમતા જુગારીઓ ઉપર રેઇડ કરતા ડુંગર ગામના મહિલા ઉપસરપંચના પુત્ર સહિત ચાર ઇસમોને જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. ડુંગર પોલીસે રેઇડ દરમિયાન પ્રકાશ જીવનભાઇ વાળા, જગદીશ હીપાભાઇ મોરી, સુરેશ અમરાભાઇ ગોહીલ, વિવેકભારથી મનુભારથી ગૌસ્વામી, વિશાલભારથી મનુભારથી ગૌસ્વામી કુલ 5 ઇસમોને જુગાર રમતા પકડી પાડી અને રોકડ રૂ. 18,540 નો મુદ્દામાલ કબ્જે કરી ડુંગર પોલીસે ગણના પાત્ર કેસ શોધી કાઢ્યો હતો.
- Advertisement -
આ કામગીરીમાં ડુંગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એસ.પલાસ, મગનભાઇ પીછડીયા, બહાદુરભાઇ વાળા, વનારાજભાઇ ધાખડા, કનુભાઇ મોભ, યુવરાજસિંહ વાળા, મહેશભાઈ ખેરાળા મેહુલભાઈ બારૈયા, રવીરાજભાઇ ધાખડા તથા ડુંગર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.