પ્રદેશ અગ્રણી, આણંદના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય રાકેશભાઈ શાહએ શકિતકેન્દ્રોના સંયોજકો સાથે સંગઠનલક્ષી ચર્ચાઓ કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારમાં એન.ડી.એ. સરકાર તેમજ ગુજરાત રાજયમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ભાજપ સરકાર દેશના તથા રાજયના વિકાસ કામો અવિરત ચાલુ છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ ભારત એટ 2047ના સ્વપ્નને સાકાર કરવા માટે ભારતીય જનતા પક્ષના સંગઠનને મજબુત કરવા માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં સંગઠનપર્વની કામગીરી થઈ રહી છે ત્યારે પ્રદેશની સુચના અનુસાર વોર્ડ પ્રમુખ, મહામંત્રીની નિમણુંકો બાદ રાજકોટ મહાનગરની ચારેય વિધાનસભાના શક્તિકેન્દ્રોના સંયોજકોની નિમણુંક કરવામાં આવી છે. આ શક્તિકેન્દ્રોના સંયોજકો સાથે પ્રદેશ અગ્રણી, આણંદના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય રાકેશભાઈ શાહ, રાજકોટ મહાનગર સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની અને ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહની ઉપસ્થિતિમાં વિધાનસભા 68-69ની સત્યાપન બેઠકો યોજવામાં આવી હતી. આ તકે રાકેશભાઈ શાહે તેમના વકતવ્યમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને મજબુત બનાવવા માટે શક્તિકેન્દ્રના સંયોજકો પક્ષ માટે અગત્યનો હોદો ધરાવે છે. તેમના શકિતકેન્દ્રમાં આવતા બુથોની જવાબદારી પણ તેમના ઉપર રહેલી છે.
- Advertisement -
શકિતકેન્દ્ર સંયોજકો સાથે સંગઠનલક્ષી ચર્ચાઓ કરી અને માર્ગદર્શન આપવામાં આવેલું હતું. આ બેઠકમાં આણંદના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય રાકેશભાઈ શાહ, રાજકોટ મહાનગર સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, આ કાર્યક્રમના પ્રબંધક અને સંયોજક શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, શહેર ભાજપ મંત્રી હરેશભાઈ કાનાણી સહિત તમામ શકિતકેન્દ્રના સંયોજકો તેમજ વિધાનસભાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.