દિવ જિલ્લામાં શોકનો માહોલ: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં દીવના 15 મુસાફરો સવાર હતા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.13
વિગતવાર વાત કરીએ તો દીવ એક કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાના કારણે દીવ શહેર તેમજ જિલ્લાના લોકો ઘણા વર્ષો થી લંડનમાં વધુ વસવાટ કરે છે અને કેન્દ્ર શાસિત હોવાના કારણે ત્યાંના લોકોને પોર્ટુગીઝ વિઝા આપવામાં આવે છે જેથી દીવના લોકો લંડન ની મુસાફરી વધુ પ્રમાણમાં કરતા હોય છે ભારતમાં પહેલીવાર આટલી મોટી પ્લેન ક્રેશની દુર્ઘટના બની તેમાં દીવ ના 15 લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાં એક મુસાફર વિશ્વાસ કુમાર ઇમરજનસી સીટ પાસે બેઠેલ હોઈ પ્લેન ક્રેશ થતાં તેઓ બહાર ફેંકાઈ જતા તેમનો આબાદ બચાવ થયો હતો બાકીના મુસાફરો ના પરિવારને દિવ જિલ્લા કલેક્ટરની ટીમ અમદાવાદ જવા રવાના થઈ તેમજ દિવ જિલ્લા પ્રશાસન દિવના ગામડાઓમાં લોકોનો સંપર્ક કરી રહ્યા છે. દીવ પ્રશાશન દ્વારા એક એક ઘરે જઈ ને તેના ફેમિલી ના લોકો માંથી ઉગઅ ટેસ્ટ માટે મોકલવા મા આવી રહ્યા છે. દીવના દગાચી ગામે દિવ જિલ્લા એડિશનલ કલેક્ટર અને તંત્ર એકઠા થયા દગાચી ગામના એક પરિવારે 4 સભ્યો ગુમાવ્યા. પ્લેન ક્રેશમાં પરિવારના સભ્યો ગુમાવનાર ના સહારે દિવ જિલ્લા પ્રશાસન આવ્યું છે.