ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ક્રિકેટના મેદાનમાં પોતાના સ્પિનથી ભલભલા બેટ્સમેનોને ડિસ્કો કરાવનાર ક્રિકેટર હરભજન સિંઘને અઅઙના એક કાર્યકર દ્વારા ગદ્દાર કહેતાં હરભજને તીખો જવાબ આપ્યો છે અને તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેંકેલી આ ગુગલીના કારણે પંજાબથી લઈને દિલ્હી સુધી રાજકીય ગરમાવો વધી ગયો છે. રાજ્યસભા સાંસદ હરભજન સિંઘને પોતાની જ જૂની પાર્ટીના કાર્યકરોએ ગદ્દાર કહીને ટાર્ગેટ પર લીધા છે. હવે જવાબમાં હરભજને એવો પ્રહાર કર્યો છે કે, પાર્ટીના સૌથી મોટા ‘સત્ય’ અને ઈમાનદારીના દાવા પર સવાલ ઊભા થાય છે. હરભજન સિંઘે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર પોતાને ગદ્દાર કહ્યાના આરોપ પર સીધા અઅઙના ટોચના નેતૃત્વને ઘેર્યું છે અને દાવો કર્યો છે કે પંજાબની રાજ્યસભાની બેઠકો ભારે રકમ લઈને વેચાઈ હતી.
હરભજન સિંઘએ વિરોધી ટ્રોલર્સ અને પાર્ટી કાર્યકરોને ખુલ્લી ચેલેન્જ આપી છે કે જો તેમના લોકો સત્ય બહાર નહીં લાવે તો તેઓ પોતે જ જનતા સામે ખુલાસો કરશે કે રાજ્યસભાની ટિકિટ માટે કોને કેટલો ચઢાવો અને કોની તરફથી ગયો હતો. આ ખુલાસા બાદ પંજાબથી લઈને દિલ્હી સુધી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે.
આ સમગ્ર વિવાદની શરૃઆત ત્યારે થઈ જ્યારે સોશિયલ મીડિયા પર દેવેન્દ્ર યાદવ નામના એક અઅઙ કાર્યકરે હરભજન સિંઘને ગદ્દાર કહીને સીધો હુમલો કર્યો હતો. પોસ્ટમાં હરભજન સિંઘને પૂછાયું હતું કે, જે નેતાની દયાથી તમે રાજ્યસભા સુધી પહોંચ્યા, તેને છોડીને ઇઉંઙમાં ગયા પછી પણ તમે સાંસદ પદેથી રાજીનામું કેમ આપ્યું નહીં? ઇઉંઙમાં જવાનું શું કારણ હતું? સાથે સાથે, સોશિયલ મીડિયા પર હરભજન સિંઘ પર કરોડો રૃપિયાની ડીલના આરોપ પણ લગાવવામાં આવ્યા હતા.
આ આરોપો પર હરભજન સિંઘે તીખો પ્રત્યાઘાત આપ્યો અને લખ્યું કે, સમય આવે ત્યારે તમારા દરેક શબ્દનો જવાબ મળશે. મેં તમારા કોઈ નેતાને ગાળો નથી આપી. હું મારી ભાષા કેમ ખરાબ કરું?
આગળ હરભજન સિંઘે જે લખ્યું, એણે આમ આદમી પાર્ટીના ઈમાનદારીના દાવા પર મોટો સવાલ ઊભો કર્યો છે. ભજ્જીએ સીધા જ અઅઙના ટિકિટ વિતરણ અને પંજાબ સરકારના કામકાજને ભ્રષ્ટાચારથી જોડીને લખ્યું કે, મને ગદ્દાર કહેતા પહેલા તમારા જ લોકોને પૂછો કે પંજાબની રાજ્યસભાની બેઠક કેટલામાં વેચાઈ હતી. જો તેઓ ન કહે તો હું કહીશ કે કોને કેટલો ચઢાવો ગયો હતો અને કોની તરફથી ગયો હતો. પંજાબને લૂંટવા અને લાલા સુધી માલ પહોંચાડવા માટે કોને મંત્રી-સંતરી (અથવા ચોકીદાર) બનાવ્યા. પંજાબને લૂંટવામાં
આવ્યો છે.
હરભજન સિંઘે સોશિયલ મીડિયામાં કરેલા ઘટસ્ફોટ
બેઠકોની સોદાબાજી: હરભજન સિંઘે ખુલ્લો આરોપ મૂકયો કે પંજાબ કોટાની રાજ્યસભાની બેઠકો વેચાઈ હતી.
ચઢાવાનું કાચું ચિઠ્ઠું: તેમણે દાવો કર્યો કે તેમના પાસે સંપૂર્ણ માહિતી છે કે ટિકિટ માટે કોને, કેટલા અને કોની તરફથી પૈસા ગયા હતા.
લાલા સુધી ડિલિવરી: ભજ્જીએ આરોપ મૂકયો કે પંજાબને લૂંટીને આખો માલ લાલા (નેતૃત્વના નજીકના લોકો) સુધી પહોંચાડવામાં આવ્યો.
મંત્રીઓની નિમણૂક પર સવાલ: પંજાબ કેબિનેટમાં મંત્રીઓ અને સંતરીઓની નિમણૂક પણ ભ્રષ્ટાચાર અને લેણ-દેણના આધારે થઈ હોવાનું જણાવ્યું.
રાજીનામા પર ચુપ્પી: અઅઙ કાર્યકરે રાજ્યસભાની બેઠક ન છોડવા અને ગદ્દારીના આરોપો પર ભજ્જીએ પોતાની ભાષા ખરાબ ન કરવાની વાત કહીને કડક વલણ દાખવ્યું.



