મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા રાજકોટના પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિશ્વના લોકલાડીલા નેતા અને ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં છેલ્લા 11 વર્ષથી સુશાસન, સેવા અને ગરીબ કલ્યાણના વિવિધ કાર્યો સતત આગળ વધતા રહેલા છે. દેશના દરેક ખૂણે આ 11 વર્ષના વિકાસના યોગદાનની ઉજવણી વિકસિત ભારતના અમૃતકાલ રૂપે કરવામાં આવી રહી છે.
- Advertisement -
આ ઉજવણીના ભાગરૂપે રાજકોટ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા રાજકોટના પૂર્વ મેયર અને જ્ઞાતિ આગેવાન રક્ષાબેન આર. બોળીયાએ જણાવ્યું કે, પંચામૃત તત્વો – સેવા, સુશાસન, આત્મનિર્ભરતા, ગરીબ કલ્યાણ અને રાષ્ટ્રપ્રેમ પર આધારિત વડાપ્રધાન મોદીનાં 11 વર્ષના કાર્યકાળે ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપી છે. તેમણે કાર્યકર્તાઓને આ અવસરે ‘ઘર ઘર વિકાસનું સંદેશ’ પહોંચાડવા અને વિવિધ યોજનાઓને સમાજના છેલ્લા માનવી સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવાનો આહ્વાન કર્યું હતું.આ કાર્યક્રમમાં શહેરના અનેક વર્ધમાન કાર્યકર્તાઓ, મહિલાઓ અને યુવાનોમાં નવ ચેતનાનું સંચાર જોવા મળ્યો હતો.



