લોકોને પ્લાંટ બેસ્ડ ભોજનના ફાયદા વિશે જણાવવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 1 નવેમ્બરે વર્લ્ડ વીગન ડે ઉજવવામાં આવે છે. ફિટનેસ ફ્રિક લોકોની વચ્ચે હાલ વિગન ડાયેટનો ખૂબ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. વીગન ડે પહેલી વખત 1994માં ઉજવવામાં આવ્યો હતો. હેલ્ધી રહેવા માટે ભોજનનું હેલ્ધી હોવું ખૂબ જ જરૂરી છે.
પ્લાન્ટ બેસ્ડ ડાયેટને ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. આ પ્રકારની ડાયેટમાં ફાઈબર વધારે અને કોલેસ્ટ્રોલ ઓછુ હોય છે. જેમાં ઘણી બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. પરંતુ તેનાથી ઘણા પોષક તત્વોની કમી પણ થઈ શકે છે. આવો જાણીએ વીગન ડાયેટના આવા જ ફાયદા અને નુકસાન વિશે.
- Advertisement -
વીગન ડાયેટના ફાયદા
હાર્ટ હેલ્ધ
શાકાહારી ભોજનમાં સેચ્યુરેટેડ ફેટ્સ ઓછી હોય છે. જેનાથી હાર્ટની બીમારીનો ખતરો ઓછો રહે છે.
વજન પર નિયંત્રણ
શાકાહારી ભોજન વજન ઓછુ કરવા અને તેને મેન્ટેઈન રાખવામાં મદદ કરે છે કારણ કે તેમાં કેલેરીનું પ્રમાણ ઓછુ હોય છે.
કેન્સરનો ખતરો ઘટાડે
અમુક સ્ટડીઝથી સંકેત મળ્યા છે કે શાકાહારી ભોજનથી ઘણા પ્રકારના કેન્સર થવાનો ખતરો ઓછો થાય છે. જેમ કે કોલોરેક્ટલ કેન્સર.
- Advertisement -
બ્લડ શુગરમાં નિયંત્રણ
શાકાહારી ભોજનથી બ્લડ-શુગર સામાન્ય રહે છે. આ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
પાચન રહે છે સ્વસ્થ્ય
શાકાહારી ભોજનમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોવાથી પાચન ક્રિયા સારી રહે છે અને ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે.
વીગન ડાયેટના નુકસાન
પોષક તત્વોની કમી
શાકાહારી ભોજનથી વિટામિન બી-12, વિટામિન-ડી, કેલ્શિયમ, આયર્ન અને ઓમેગા-3 ફેટી એસિડ્સની કમીનો ખતરો રહે છે. એવામાં ઉચિત સપ્લીમેન્ટ્સ લેવા જરૂરી છે.
પ્રોટીનની કમી
શાકાહારી લોકોના શરીરમાં હાઈ ક્વોલિટી પ્રોટીનની કમી રહી શકે છે. તેમને છોડથી મળતા પ્રોટીન્સને ખૂબ સંતુલિત માત્રામાં લાવવાની જરૂર પડી શકે છે.
ઓછી કેલેરી
અમુક લોકોને શાકાહારી ભોજનથી જરૂરી કેલેરી નથી મળતી. જેનાથી તેમનામાં ઉર્જાની કમી જેવી સમસ્યા થઈ શકે છે.
ભોજન રાંધવાનો પડકાર
પ્લાન્ટ બેઝ ભોજન રાંધવા માટે સામાન્ય રીતે વધારે તૈયારીની જરૂર પડે છે. કારણ કે અમુક જગ્યાઓ પર જ આ વસ્તુઓ મર્યાદીત પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે.