-રાજયમાં ઝડપથી વિસ્તરતા આંદોલનમાં અત્યાર સુધીમાં 9 ની આત્મહત્યા
-મરાઠાઓમાં ચોકકસ વર્ગને ઓબીસીમાં સમાવવા દરખાસ્ત: રાત્રે શિંદે-ફડનવીસ રાજયપાલને મળવા દોડી ગયા
- Advertisement -
મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજયને અશાંતિમાં હોમનાર મરાઠા-અનામત આંદોલનમાં હવે રાજયભરમાં ઠેરઠેર હિંસા તથા ધરણા-દેખાવો સાથે આંદોલન વિસ્તરતા રાજયની શિંદે સરકાર માટે આ આંદોલનને શાંત કરવાનો એક મોટો પડકાર આપ્યો છે. મરાઠા અનામત મુદે આંદોલનનું નેતૃત્વ કરનાર મરાઠા-યુવા નેતા મનોજ થરાંગ સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ લાંબી ફોન વાતચીત કરી હતી. મનોજ થરાંગ અચોકકસ મુદતના અનશન પર છે અને હવે તેમનું સ્વાસ્થ્ય લથડવા લાગતા આંદોલનને નવી આગ લાગે તેવો ભય છે.
ગઈકાલે રાત્રીના નાયબ મુખ્યમંત્રી દેવેન ફડનવીસ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નિવાસે પહોંચી ગયા હતા અને બન્નેએ લાંબી વાતચીત કર્યા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે સીધા રાજભવન ગયા હતા અને બાદમાં જાહેર કર્યુ કે આંદોલનકારીઓ પ્રત્યે સરકારની સહાનુભૂતી છે તો ગઈકાલે જ કેબીનેટ બેઠકમાં મુખ્યમંત્રી શિંદેએ એ કમીટીનો રીપોર્ટ સ્વીકાર્યો જેનાથી મરાઠા જાતીઓને નિઝામના સમયમાં કુતબી જાતિઓમાં સ્વીકારવાની પુષ્ટી થઈ હતી અને તે પુર્વે રાજય સરકારે 11000 સર્ટી પણ આપવાની જાહેરાત કરી જેનાથી માનવામાં આવે છે કે મરાઠાઓને ઓબીસી અનામતમાં ઉમેરી દેવાશે.
મરાઠા આંદોલન અત્યાર સુધીમાં 15 લોકોએ આત્મહત્યા કરી છે અને જે રીતે મરાઠા બહુમતી ક્ષેત્રમાં આંદોલન વિસ્તરતુ જાય છે તેનાથી સરકારની ચિંતા વધી છે. આજે રાજય સરકારે સર્વ પક્ષીય બેઠક બોલાવી છે અને તેઓ પુરા મરાઠા સમાજને ‘કુતબી’ જાતિ તરીકેના સર્ટી આપી તેમાં ઓબીસી અનામતમાં જોડાઈ જાય તેવી શકયતા છે. જો કે આ મુદે સરકારમાં જ વિરોધ છે અને કેબીનેટમંત્રી છગન ભુજબળે મરાઠાઓને કુતબી જાતિનું સર્ટી આપવા સામે વિરોધ કર્યો છે. આમ હવે આંતરિક રીતે પણ શિંદેએ તેમાં ઉકેલ લાવવો જોઈએ.