અબડાસા બેઠક પર ક્ષત્રિય સમાજ, મોરબી અને ધારી બેઠક પર પાટીદાર સમાજ, લીંબડી અને ગઢડા બેઠક પર દલિત-કોળી સમાજ તેમજ કરજણ, કપરાડા અને ડાંગ બેઠકો પર આદિવાસી-વનવાસી સમાજનું પ્રભુત્વ: બધાં જ સમાજોએ વિકાસની રાજનીતિને ખોબલે ખોબલે વધાવી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં છેલ્લા ચાર વર્ષથી ભાજપ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યથી લઈ સંસદ સુધીની ચૂંટણીઓમાં પ્રચંડ બહુમતી સાથે જીત મેળવતી આવી છે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં પ્રજાહિતનાં કાર્યોને મતદારોએ વધાવ્યા છે અને વખાણ્યા છે જેનો સીધો પડઘો ગુજરાતની નાની-મોટી ચૂંટણીઓમાં જોવા મળે છે
વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપનાં ભવ્ય વિજય પાછળ વિજયભાઈ રૂપાણીની મહેનત ઉપરાંત માર્ગદર્શન પણ એટલું જ રહ્યું, વિધાનસભાની તમામ બેઠકો પર વિજયભાઈ રૂપાણી પોતાની સરકાર અને પોતાના પક્ષનાં કાર્યો-વચનોનો પ્રચાર-પ્રસાર કરવામાં સફળ રહ્યા
થોડાં સમય પહેલા જ પેટાચૂંટણી મુદ્દે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રતિક્રિયા આપી હતી કે, ‘ભાજપ આઠેય બેઠકો પર જીતશે.’ પેટાચૂંટણીમાં આઠેય બેઠકો પર ભાજપની જીત થશે એવો વિજયભાઈ રૂપાણીનો વિશ્વાસ વાસ્તવિક બન્યો છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં વિધાનસભાની આઠેય બેઠકો અબડાસા, મોરબી, ધારી, ગઢડા, લીંબડી, કરજણ, કપરાડા અને ડાંગ પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપની આ જીત પાછળ માત્રને માત્ર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સ્વચ્છ પ્રતિભા, સંવેદનશીલ કામગીરી જવાબદાર હોવાનું જણાઈ રહ્યું છે. રૂપાણી સરકારની અસરકારક અને નિર્ણાયક કામગીરીને મતદારોએ ખોબલે-ખોબલે વધાવી પેટાચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત અપાવી છે.
ઉલ્લેખનીય છે કે, અબડાસા, મોરબી, ધારી, ગઢડા, લીંબડી, કરજણ, કપરાડા અને ડાંગ બેઠકો પર યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણી પર કોંગ્રેસે જ્ઞાતિવાદની રાજનીતિ રમી હતી. આ આઠેય બેઠકોની વાત કરવામાં આવે તો અબડાસા બેઠક પર ક્ષત્રિય સમાજ, મોરબી અને ધારી બેઠક પર પાટીદાર સમાજ, લીંબડી અને ગઢડા બેઠક પર દલિત-કોળી સમાજ તેમજ કરજણ, કપરાડા અને ડાંગ બેઠકો પર આદિવાસી-વનવાસી સમાજનું પ્રભુત્વ હતું. મોટી માત્રમાં મતદારો આ સમાજોમાંથી મતદાન કરવાના હતા ત્યારે કોંગ્રેસે આ તમામ બેઠકો પર જ્ઞાતિવાદની રાજકારણ રમવાની કોશિશ કરી હતી પરંતુ તમામ સમાજનાં મતદારોએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં વિકાસવાદને લક્ષ્યમાં રાખી કમળ તરફી મતદાન કરી ભાજપનાં ઉમેદવારોને વિજયી બનાવ્યા છે. આજે ગુજરાતમાં વિજય અને વિકાસ એકબીજાનાં પર્યાય બની ગયા છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં રૂપાણી સરકાર અને ભાજપ સંગઠન ગુજરાતી પ્રજાના સ્વાસ્થ્ય, સુખાકારી માટે સદાય સહાયકકર્તા છે, છેવાડાનાં માનવીને પણ માળખાકીય સુવિધાઓ મળે, માનવી ત્યાં સુવિધાનાં મંત્ર સાથે વિજયભાઈ રૂપાણી અનેક યોજનાઓ-સહાયો જાહેર કરી સૌનો સાથ સૌનો વિકાસ કરી રહ્યાં છે. કોરોનાકાળમાં પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત ભાજપ પક્ષની કામગીરીની દેશભરમાં પ્રશંસા થઈ છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી વિકાસયાત્રાને વિજયભાઈ રૂપાણીએ વણથંભી રાખી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં છેલ્લા ચાર વર્ષથી ભાજપ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યથી લઈ સંસદ સુધીની ચૂંટણીઓમાં પ્રચંડ બહુમતી સાથે જીત મેળવતી આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં પ્રજાહિતનાં કાર્યોને મતદારોએ વધાવ્યા છે અને વખાણ્યા છે જેનો સીધો પડઘો ગુજરાતની નાની-મોટી ચૂંટણીઓમાં જોવા મળે છે.
વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપનાં ભવ્ય વિજય પાછળ વિજયભાઈ રૂપાણીની મહેનત ઉપરાંત માર્ગદર્શન પણ એટલું જ રહ્યું છે. વિધાનસભાની તમામ બેઠકો પર વિજયભાઈ રૂપાણી પોતાની સરકાર અને પોતાના પક્ષનાં કાર્યો-વચનોનો પ્રચાર-પ્રસાર કરવામાં સફળ રહ્યા છે. દરેક ઉમેદવારો, પ્રત્યેક કાર્યકરોથી લઈ ગામેગામની પ્રજા સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંવાદ સાધી ભાજપની જીત સરળ બનાવી છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિતનાં સ્ટાર પ્રચારકોની ગેરહાજરીમાં પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાની સંવેદનશીલતા અને સેવાકાર્યોથી ભાજપને એકલા હાથે જીત અપાવી છે.