કોરોનાકાળમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કામગીરીને મતદારોએ વધાવી ભાજપને ભવ્ય વિજય અપાવ્યો

કેન્દ્રમાંથી નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને રાજ્યમાંથી વિજયભાઈ રૂપાણીની ગુજરાતીઓ પ્રત્યેની પ્રજાહિતલક્ષી કામગીરીનું પ્રતિબિંબ એટલે પેટાચૂંટણીનું પરીણામ

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અસરકારક અને નિર્ણાયક કામગીરીથી આજે વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થઈ રહ્યો છે. વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની કમાન સંભાળી છે ત્યારથી લઈ આજ સુધી પંચાયતથી લઈ પાર્લામેન્ટની નાની-મોટી ચૂંટણીઓમાં મતદારો માત્રને માત્ર ભાજપનાં ઉમેદવારોને વિજયી બનાવી રહ્યા છે જે પાછળ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કુશળ કામગીરી અને સંગઠનશક્તિ જવાબદાર છે. છેલ્લા કેટલાંક મહિનાઓમાં કરેલી ભાજપ સરકારની કામગીરીને પોતાના પ્રચારમાં વિજયભાઈ રૂપાણી મતદારો સુધી લઈ જવામાં સફળ રહ્યા છે. તેથી મુખ્યમંત્રી રૂપાણી પેટાચૂંટણી જંગમાં ભાજપની જીતનાં મેન ઓફ ધી મેચ એમ કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નહીં લાગે.

હાલમાં કોરોનાકાળ દરમિયાન ગરીબ, સામાન્ય વર્ગથી લઈ છેવાડાનાં માનવીને શ્રેષ્ઠ આરોગ્ય સેવા આપવાની હોય કે પછી કુદરતી આફતો સમયે જગતનાં તાતથી લઈ આમ જનતાને સરકારી સહાય આપી સંકટમાંથી મુક્ત કરવાના હોય.. કે પછી ગુજરાતનાં સર્વાંગી વિકાસ માટે દરરોજ અવનવી યોજનાઓ અને નિર્ણયો જાહેર કરવાના હોય.. ગુજરાતીઓનાં સંકટમોચક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બન્યા છે અને એટલે જ આ પેટાચૂંટણીમાં પણ મતદારોએ વિજયભાઈ રૂપાણીની પ્રજાહિતલક્ષી સાહાયકર્તાની ભૂમિકાને ધ્યાને લઇ કમળ ખીલવ્યું છે.

કેન્દ્રમાંથી નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને રાજ્યમાંથી વિજયભાઈ રૂપાણીની ગુજરાતીઓ પ્રત્યેની પ્રજાહિતલક્ષી કામગીરીનું પ્રતિબિંબ એટલે વિધાનસભાની આઠ પેટાચૂંટણીનું પરીણામ. આ પેટાચૂંટણીનાં પરિણામ સ્પષ્ટ સાબિત કરે છે કે, ગુજરાતનાં શાણા-સમજુ મતદારો સંવેદનશીલ સરકાર તરફથી આપવામાં આવી રહેલી માળખાકીય સુખ-સુવિધાઓથી સંપૂર્ણ ખુશ છે. કોંગ્રેસ મતદાન અગાઉથી જ હારેલી-હતાશ હતી, મતદારો કોંગ્રેસનાં પરિવારવાદ, જૂથવાદ અને કોરોનાકાળમાં કરેલા વિવાદો-નિવેદનોથી કંટાળી ગયા હતા. આમ, પેટાચૂંટણીમાં કોંગ્રેસના અહમ, અભિમાન, અસત્યોની હાર અને ભાજપનાં કાર્યો, યોજનાઓ, સહાયોનો વિજય થયો છે.