By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    19 hours ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    5 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    17 hours ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    17 hours ago
    PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો
    18 hours ago
    UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
    2 days ago
    મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    17 hours ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    2 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    4 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    7 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: VCEએ ‘ભૂતિયા’ ખેડૂતો ઊભા કરી સરકારને 9.49 લાખનો ચૂનો લગાવવાની કોશિષ કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > VCEએ ‘ભૂતિયા’ ખેડૂતો ઊભા કરી સરકારને 9.49 લાખનો ચૂનો લગાવવાની કોશિષ કરી
જુનાગઢ

VCEએ ‘ભૂતિયા’ ખેડૂતો ઊભા કરી સરકારને 9.49 લાખનો ચૂનો લગાવવાની કોશિષ કરી

Khaskhabar Editor
Last updated: 2026/01/01 at 5:11 PM
Khaskhabar Editor 9 months ago
Share
5 Min Read
SHARE

ભેંસાણના ખજૂરી હડમતીયામાં કૃષિ સહાય પેકેજમાં મસમોટાં કૌભાંડની કોશિષ

મૃત ખેડૂતોના અંગૂઠા મરાવ્યા, કૌભાંડી ટઈઊ સામે ભેંસાણમાં ગુનો દાખલ

- Advertisement -

તપાસ રિપોર્ટમાં 30 ખેડૂતોની ડબલ નોંધણી અને બોગસ સહીઓનો ખુલાસો

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખજૂરી હડમતીયા ગામે સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવતી કૃષિ રાહત સહાયમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. ઓક્ટોબર 2025માં પડેલા ભારે વરસાદ બાદ ખેડૂતોના પાક નુકસાનીના વળતર તરીકે જાહેર કરાયેલા રાહત પેકેજમાં સ્થાનિક વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર (ટઈઊ) એ સત્તાનો દુરુપયોગ કરી, મૃત ખેડૂતોના નામે અરજીઓ કરી અને દસ્તાવેજોમાં ચેડાં કરી અંદાજે 9.49 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ગ્રામ સેવકની ફરિયાદના આધારે ભેસાણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઓક્ટોબર 2025માં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો, જેના પગલે રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ ખેડૂત રૂ. 44,000 ની સહાય આપવાની જોગવાઈ હતી. ખજૂરી હડમતીયા ગામમાં તા. 14-11-2025 થી 05-12-2025 દરમિયાન થયેલી અરજીઓની જ્યારે તાલુકા કક્ષાએ ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી, ત્યારે તંત્રને કેટલીક ગંભીર વિસંગતતાઓ જોવા મળી હતી. તંત્રને શંકા જતાં આ મામલે તાત્કાલિક અસરથી એક વિશેષ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ જ્યારે સ્થળ પર જઈને દસ્તાવેજો અને ખેડૂતોની વિગતો તપાસી, ત્યારે ભ્રષ્ટાચારનું મસમોટું જાળું બહાર આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે 30 જેટલા ખેડૂતોની અરજીઓમાં ડબલ નોંધણી કરવામાં આવી હતી, તેમજ અનેક જગ્યાએ ખેડૂતોની બનાવટી સહીઓ અને બોગસ દસ્તાવેજો જોડવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી કે, જે ખેડૂતો વર્ષો પહેલા અવસાન પામ્યા છે તેમના નામે પણ સહાયની અરજીઓ કરવામાં આવી હતી. તપાસ કમિટીના રિપોર્ટ મુજબ, કુલ 6 મૃત ખેડૂતોના નામે અરજીઓ થઈ હતી. દાખલા તરીકે, ખાતેદાર ખેડૂત જીવરાજભાઈ રામજીભાઈ સતાસીયાનું અવસાન થયું હોવા છતાં, અરજીમાં તેમને જીવતા બતાવી અંગૂઠો મારીને તેમની ઓળખ આપવામાં આવી હતી. ખજૂરી હડમતીયા ગામના ટઈઊ જયેશ રામજીભાઈ ખંખાળીયાએ ટેકનોલોજીનો દુરુપયોગ કરી ખેડૂતોના અસલ આધારકાર્ડ નંબરો એડિટ કર્યા હતા અને તેની જગ્યાએ પોતાના અથવા મળતિયાઓના નંબર નાખી દીધા હતા. આ ઉપરાંત, 12 જેટલી અરજીઓ એવી હતી જે બે વખત કરવામાં આવી હતી. અનેક કિસ્સાઓમાં અન્ય વ્યક્તિઓના બેંક પાસબુક અને આધારકાર્ડ જોડીને સરકારી નાણાં અંગત ખાતામાં ટ્રાન્સફર કરાવવાનો કારસો ઘડવામાં આવ્યો હતો. તપાસ કમિટીએ પોતાનો વિસ્તૃત અહેવાલ જિલ્લા કક્ષાએ સુપરત કર્યો હતો. આ રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે ટઈઊ જયેશ ખંખાળીયાએ કુલ રૂ. 9,49,370ની રકમ પચાવી પાડવાના ઈરાદે સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો છે. જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા આ મામલે કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી અને ગ્રામ સેવકને પોલીસ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા. જેના અનુસંધાને, ભેસાણ તાલુકા પંચાયતના ગ્રામ સેવક કેયુરકુમાર પ્રવિણભાઈ કથિીરિયાએ ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી ટઈઊ જયેશ રામજીભાઈ ખંખાળીયા વિરુદ્ધ વિવિધ કલમો જેવી કે 316(5) (વિશ્વાસઘાત), 318 (છેતરપિંડી), 336(2) (બનાવટી દસ્તાવેજ), 338 (ખોટો રેકોર્ડ બનાવવો) અને 62 હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ હાઈપ્રોફાઈલ છેતરપિંડીના કેસની તપાસ ભેસાણ પોલીસ ઇન્સ્પેક્ટર આર.પી. વણઝારા ચલાવી રહ્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ કૌભાંડમાં માત્ર ટઈઊ એકલો જ સામેલ છે કે પછી તાલુકા કે જિલ્લા કક્ષાના અન્ય કોઈ કર્મચારીઓની પણ સંડોવણી છે. સરકારી સહાયમાં થયેલા આ ભ્રષ્ટાચારના પગલે ખેડૂત આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે આવા લેભાગુ તત્વો સામે કડકમાં કડક દાખલો બેસાડવો જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ સરકારી નાણાં કે ખેડૂતોના હક પર તરાપ મારવાની હિંમત ન કરે. હાલમાં પોલીસે આરોપીને ઝડપી પાડવા અને આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -

અનેક ખેડૂતના નામની અરજીમાં ગોલમાલ કરી શું કર્યું

જીવરાજભાઈ રામજીભાઈ સતાસીયાનું મોત થયું છતાં તેનો અંગુઠો ઓળખાવ્યો અને આધારકાર્ડ નંબર વીસીઈએ પોતાના નાખી નામ એડીટ કર્યું. રતુભાઈ પાચાભાઈ પટોળીયાની અરજીમાં પિયુષ રતીલાલ પટોળીયાનું નામ નાખ્યું. નાથાભાઈ મનજીભાઈ પટોળીયાની અરજીમાં આધારકાર્ડના નામ એડિટ કરી અન્ય વ્યક્તિનું આધારકાર્ડ નાખ્યું. લાલજી ડાયા વઘાસીયાના બદલે મયુર સખવાડાના નામનું આધારકાર્ડ નાખ્યું. લાભુબેન નારણભાઈ પાઘડારના બદલે ગોરધનભાઈ ઋતીકાબેન મોવલિયાનું આધારકાર્ડ નાખ્યું ભગવાનજીભાઈ લવાભાઈ વઘાસીયાના બદલે હરેશભાઈ ભગવાનજીભાઈ વઘાસીયાના નામની અરજી કરી. આવી રીતે 30 અરજીઓમાં વિસંગતતા ઉભી કરી હતી. તપાસ કમિટીએ મૃત ખેડૂતોના સગા-સબંધી સહિત 20 અરજદારોના નિવેદન લીધા હતા. 10 અરજદાર નિવેદન આપવા આવ્યા ન હતા.

You Might Also Like

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article થાનગઢ તાલુકાના ગુગલિયાણા ગામે સરકારી જમીન પરથી 50 ટન ગેરકાયદે કોલસો જપ્ત
Next Article ખનીજ વિભાગે શીલ ગામે 6 ચકરડી ઝડપી પણ ખનીજચોરો રફુચક્કર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કુલ 12 ગુના દાખલ : SIT દ્વારા 7 જેટલા અરજદારોની અરજી અંગે તપાસ
NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા
અમરેલીમાં સિંહણનો આતંક : પાંચ લોકો પર હુમલો કરનારી વિફરેલી સિંહણ અંતે 12 કલાકે પાંજરે પૂરાઈ
વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

જુનાગઢ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
જુનાગઢ

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?