કેન્દ્ર સરકારે વંદે ભારત મેટ્રો ટ્રેનનું નામ બદલી નાખ્યું છે. ફ્લેગ ઓફ પહેલા જ અમદાવાદ અને ભુજ વચ્ચે દોડતી પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેનનું નામ બદલીને ‘નમો ભારત રેપિડ રેલ’ રાખવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપવાના છે. તે પહેલા આજે રેલવેએ મોટો નિર્ણય લીધો છે. વંદે મેટ્રોનું નામ બદલીને ‘નમો ભારત રેપિડ રેલ’ કરવામાં આવ્યું છે. દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ ભુજ અને અમદાવાદ વચ્ચે દોડશે. અગાઉ RRTSનું નામ બદલીને નમો ભારત કરવામાં આવ્યું હતું. દેશની પ્રથમ નમો ભારત ટ્રેન દિલ્હી અને મેરઠ વચ્ચે દોડશે. આના કેટલાક વિભાગો શરૂ કરવામાં આવ્યા છે.
- Advertisement -
નમો ભારત રેપિડ રેલ ભેટ આપી
નોંધનીય છે કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વંદે ભારત રેપિડ રેલને ફ્લેગ ઓફ કરશે. PM મોદી આવતીકાલે એટલે કે મંગળવારે 17 સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવશે. આ પ્રસંગે, તેમના જન્મદિવસના એક દિવસ પહેલા, તેઓ ગુજરાતના લોકોને દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ ભેટ આપી રહ્યા છે.
નમો ભારત રેપિડ રેલ ભુજ અને અમદાવાદ વચ્ચે દોડશે
- Advertisement -
દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ ભુજ અને અમદાવાદ વચ્ચે દોડશે. આ ટ્રેન અઠવાડિયામાં માત્ર 6 દિવસ ચાલશે. દર અઠવાડિયે રવિવારે ભુજથી ઉપલબ્ધ થશે નહીં જ્યારે અમદાવાદથી શનિવારે તેની સેવા ઉપલબ્ધ થશે નહીં. નમો ભારત રેપિડ રેલ અંજાર, ગાંધીધામ, ભચાઉ, સમઢીયાળી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, ચાંદલોડિયા અને સાબરમતી ખાતે રોકાશે. આ ટ્રેન ભુજથી સવારે 05.05 કલાકે ઉપડશે અને સવારે 10.50 કલાકે અમદાવાદ પહોંચશે. અને અમદાવાદથી સાંજે 05:30 વાગ્યે ઉપડશે અને રાત્રે 11:10 વાગ્યે ભુજ પહોંચશે.