વડાલી 12 ગામ કડવા પાટીદાર સમાજ ના પ્રમુખ જ્યંતી ભાઈ પટેલ અને કારોબારી સભયો ની મહેનત રંગ લાવી, સૌના સહિયારા પ્રયાસો થકી સમૂહલગ્ન સફળ થયા
સમગ્ર વિશ્વ કોરોના મહામારી નો સામનો કરી રહ્યું છે આ મહામારીનો ક્યારેય અંત આવશે તેનો સમય નિશ્ચિત નથી ત્યારે સમુહ લગ્નો ના માધ્યમથી સાબરકાંઠાના કડવા પાટીદાર સમાજને નવી દિશા આપનાર વડાલી 12 ગામ કડવા પટેલ સમાજ ની યુવતીઓના લગ્નની પરંપરા તૂટે નહીં તે માટે સતત 22 વર્ષ થી સફળ સમૂહલગ્ન થાય છે તો ચાલુ વર્ષે 23 માં સમૂહલગ્ન નું જેતપુર ગામે હોલ માં ઉમા ના ધામમાં કોવિડ-૧૯ની ગાઈડ લાઈન મુજબ 19 જેટલા યુવક યુવતીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું.
વડાલી કડવા પાટીદાર સમાજ ની સતત 22 વર્ષ થી ચાલતી પરંપરા ના તૂટે તેવા શુભ આશય સાથે સમાજ ના કર્મઠ પ્રમુખ જે.વી પટેલે કડવા પાટીદાર સમાજના નેજા હેઠળ વર્ષોથી સમૂહ લગ્નોની પરંપરા ચાલી આવી છે તે વર્તમાન સમય માં પણ તૂટે નહિ તેવા આગ્રહ સાથે બીડું ઝડપ્યું અને સફળ પણ થયું . જોકે લગ્નની ગડમથલ વચ્ચે સમાજ ના પ્રમુખ દ્વારા નિર્ણય કરાયો અને જેતપુર મુકામે ઉમાધામ ના પટાંગણમાં લગ્નોત્સવ નો આયોજન કરવા માટે નો નિર્ણય લેવામાં આવ્યો હતો સમાજના 19 જેટલા યુવક અને યુવતીઓ ના લગ્નની નોંધણી ના માધ્યમથી સમાજને નવો વિચાર અને નવી દિશા આપવામાં આવી છે કોવિડ-૧૯ની ગાઈડ લાઈન અને સામાજિક અંતર સાથે સમૂહ લગ્નની વણથંભી યાત્રા વડાલી વિભાગ કડવા પાટીદાર ના તમામ ગામના લોકો ના સાથ અને સહકારથી જાળવી રાખવામાં આવી છે આ પ્રવાહ અવિરત પણે વહેતો રહે તેવા પ્રયાસો સમજે કર્યા છે અને આવનાર ભવિષ્યમાં પણ કરવામાં આવશે એવો સધિયારો પણ આપવામાં આવી રહ્યો છે કપરા કાળમાં આ પ્રસંગે દીપાવવા માટે સમાજ ના ભામાશા ઓના દાન થકી આ પવિત્ર મહાયજ્ઞ સફળ થયો છે. જે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે . અત્રે નોંધનીય છે કે વડાલી કડવા પાટીદાર સમાજ માટે પ્રતિવર્ષ સમૂહ લગ્નોત્સવ ઉજવાય છે પરંતુ વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સમૂહ લગ્ન કરવા જોખમ લેવા જેવી બાબત હોય કારમી મોંઘવારીના સમયમાં લોકોને રાહત રૂપ બની રહે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સમાજ યુવાનોના સહિયારા પ્રયાસો થકી આ યજ્ઞ સફળ થઇ રહ્યો છે. જે સમાજની યશ કલગીમાં એક નવું મોરપીંછ ઉમેરાયું છે. આ ઉપરાંત આવનારા સમયમાં મોંઘવારી આરોગ્ય નો ખર્ચ તથા શિક્ષણનો ખર્ચ પહોંચી વળવા હવે સામાન્ય માણસ પણ મુશ્કેલી અનુભવી રહ્યો છે. ત્યારે અત્યારથી જ સમાજમાં નાણાકીય બાબતો અંગે જાગૃતિ આવે અને લોકો ખોટા ખર્ચા ન કરી નાણાકીય બાબતો અંગે જાગૃત બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જે સમાજ માટે ખુબ જ આવકારદાયક બાબત બની રહી છે આ ઉપરાંત કપરા સમયમાં મદદરૂપ થવાની ભાવના સાથે સમાજના ભામાશાઓએ આર્થિક સહયોગ કર્યો છે જે સલામ કરવા ને પાત્ર છે.12 ગામ કડવા પાટીદાર સમાજ નો સમૂહલગ્ન સાર્થકતા ની પાછળ સમાજ ના પ્રમુખ જ્યંતી ભાઈ પટેલ નો ફાળો મુખ્ય છે આવનાર તમામ લોકો ને માસ્ક અપાયા તથા સ્નેટ્રાઇજ નો સો ટકા ઉપયોગ કરાયો સરકાર ની તમામ ગાઈડલાઈન નું પાલન કરવામાં આવ્યું.. જમણવાર માં સોશિયલ ડિસ્ટન્સ નું ખાસ પાલન કરાયું આમ આવા કપરા સમય માં સફળ સમૂહલગ્ન કરાવનાર સમાજ ના પ્રમુખ જ્યંતી ભાઈ તથા કારોબારી સભ્યો અને સમાજ ના તમામ લોકો ના સાથ સહકાર થી બે દિવસ માં 19 યુગલો એ પ્રભુતા માં પગલો માંડ્યા..લગ્નવિધિ થી લઈ તમામ બાબતો માં સરકાર શ્રી ની ગાઈડલાઈન નું પાલન કરાયું હતું..
રિપોર્ટર… જગદીશ સોલંકી.