ભાણેજ રિસામણે બેઠી હોય જમાઈએ ચડામણીની શંકાએ ઝઘડો કર્યો હતો
ગોંડલ
ગોંડલ તાલુકાના વાછરા ગામે ખેત મજૂરી કામ કરતા પરપ્રાંતીય શ્રમિક પરિવારને ભાણેજ જમાઇ અને તેના બે સાગરીતોએ મળી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વાછરા ગામે ધનાભાઈ ખીમાભાઈ પટેલની વાડીએ ખેત મજૂરી કામ કરતા નંદુભાઈ ગુલસીંગભાઈ ભુરીયા જાતે આદિવાસી (ઉંમર વર્ષ ૩૫), પત્ની મંગીબેન તેમજ દીકરા રાકેશ તથા વિવેક અને દીકરી રીન્કુ સહિતનાઓને ભાણેજ જમાઇ મમતો અને તેના બે સાગરિત કરમશી તથા દિવાને મળી બોલાચાલી કરી ઢીકાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.
ઉપરોક્ત ઝઘડા અંગેનું કારણ ભાણેજ રસિલાબેન છેલ્લા ઘણા સમયથી માવતર રિસામણે બેઠી હોય ભાણેજ જમાઇ મમતાને નંદુભાઈ નો પરિવાર ચડામણી કરતો હોવાની શંકા હોય ઝઘડો કરી માર માર્યો હતો