પોતાની ૧૭ વીઘા જમીનમાં જાત મહેનત કરીને ચલાવે છે ગુજરાન
હાલ ધોરાજીમાં રહેતા અને ૧૪ વર્ષ સુધી અમેરિકામા રહેલા ભીખાભાઈ પટોળીયા અને તેમનાં ધર્મપત્ની એવા રાધાબેન પટોળીયાએ ઘણાં વર્ષો અમેરિકામા વિતાવ્યા છે અને ત્યાર બાદ ફરી પોતાના માદરે વતન ધોરાજી યાદ આવતા ધોરાજી જીવન ગાળવા માટે આવ્યા છે.
- Advertisement -
પોતાની નિવૃત્તિ વયના સમયમાં હાલ કોઈ પર બોજો ન બનીને રહેવું પડે અને પોતાનું જીવન નિર્વાહ વ્યવસ્થિત રીતે સ્વનિર્ભર ચાલી રહે તે માટે પોતાની ધોરાજી ખાતે આવેલી ૧૭ વીઘા જેટલી ખેતીની જમીન પડેલી હોય તેમાં આ વૃદ્ધ દંપતિએ પોતે જાત મહેનત કરીને ચમેલીના બોરની ખેતી કરી છે. આ ખેતી તેમને ઓર્ગેનિક પધ્ધતિથી કરી છે. આ સંપૂર્ણ ખેતીમાં તેમને અંદાજે વાર્ષિક રૂપીયા અઢીથી સાડા ત્રણ લાખ રૂપિયાની કમાણી કરે છે. ખેતરમાંથી થયેલ ઉપજને તેઓ બજારમા વહેંચીને પોતાનું ગુજરાન ચલાવી રહયાં છે.
આ વૃદ્ધ દંપતીના એટલે કે પટોળીયા પરીવારજનોના સદસ્યો હાલ અમેરિકામા વસેલા છે પરંતુ આ ભીખાભાઈ અને તેમના પત્ની રાધાબેન નિવૃત્તિની પળોને ખેતી કરીને વિતાવે છે અને પોતે આત્મનિર્ભર બનીને પોતાનું નિવૃત જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે.
અહેવાલ:- આશિષ લાલકિયા – ઉપલેટા


