રજકાના બી ના ૨૦ કી.ગ્રા. ના લધુત્તમ રૂા. ૨૫૦૦થી મહત્તમ રૂા.૪૦૦૦ ઉપજયા
રાજકોટ જિલ્લાના વિવિધ માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂતોના કતારબંધ વાહનો વિવિધ કૃષિ જણસો વેંચાણ અર્થે આવી રહયા છે. કોરોના સંક્રમણ ઘટતા હવે ફરીથી માર્કેટીંગ યાર્ડો પુનઃ ધમધમતા થયા છે.
ગ્રામિણ અર્થતંત્ર ધબકતું થયું છે.
- Advertisement -
જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે ૪૦૦ કવીન્ટલ ચણા, ઘઉં ટુકડા ૨૫૦ કવીન્ટલ અને જીરૂ ૨૩૦ કવીન્ટલ સહિત કુલ ૧૪૩૩ કવીન્ટલ વિવિધ જણસોનો જથ્થાની આવક સાથે રૂા.૮૨.૧૯ લાખનું ટર્ન ઓવર થયું છે.
જેના વિવિધ જણસના લઘુત્તમ ૨૦ કીલોના રૂ.૨૫૦થી મહત્તમ રૂા.૪૦૦૦ ઉપજયા હોવાનું તથા રજકાના બી ના લધુત્તમ રૂા.૨૫૦૦થી મહત્તમ રૂા.૪૦૦૦ ઉપજયા હોવાનું જસદણ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી બળવંતભાઇ ચોહલીયાની યાદીમાં જણાવાયું છે.


