By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!
    4 hours ago
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    1 day ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    1 day ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    3 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
    3 hours ago
    અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ
    4 hours ago
    ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે
    4 hours ago
    ટીપાં-ટીપાં માટે તરસશે ભારત
    4 hours ago
    તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    6 hours ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    5 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    6 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    6 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    4 hours ago
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    1 day ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    1 day ago
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    3 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે પંચાયતી રાજ દિવસ: ચાલો નજર કરીએ તેના ઈતિહાસ પર અને જાણીએ વિવિધ યોજનાઓ વિશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > આજે પંચાયતી રાજ દિવસ: ચાલો નજર કરીએ તેના ઈતિહાસ પર અને જાણીએ વિવિધ યોજનાઓ વિશે
રાષ્ટ્રીય

આજે પંચાયતી રાજ દિવસ: ચાલો નજર કરીએ તેના ઈતિહાસ પર અને જાણીએ વિવિધ યોજનાઓ વિશે

Khaskhabar Editor
Last updated: 2024/04/24 at 1:23 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

24 એપ્રિલ એટલે નેશનલ પંચાયતી રાજ દિવસ, પંચાયતી રાજના શિલ્પી બળવંતરાય મહેતા સમિતિની મુખ્ય ભલામણો કઈ હતી?, ઈતિહાસ સાથે હાલ ગુજરાત સરકાર ગ્રામપંચાયત માટે કઈ કઈ યોજના ચલાવે છે તેના પર પણ કરો નજર

- Advertisement -

 

આજે પંચાયતી રાજ દિવસ..લોકશાહીના એ મૂળ પાયાનો દિવસ જ્યાંથી ગામનો, તાલુકાનો કે જિલ્લાના વિકાસનો ઉદય થાય છે. એવી વ્યવસ્થા કે જે લોકશાહીનો મૂળ હેતુ, લોકો દ્વારા લોકો માટે અને લોકોનું સુશાશનને સાર્થક કરે છે. પંચાયતી રાજને ભારતનું ઘરેણું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. કારણ કે ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે જેનો પાયાનો એકમ પંચાયતી રાજ છે અને તેમા પણ ખાસ કરીને ગ્રામ પંચાયત ઉપરોક્ત વાતને સારી અને સાચી રીતે ફળીભૂત કરે છે.કહેવત છે કે જેને સમાજનો ઈતિહાસ ખબર નથી તે ઈતિહાસ શું રચી શકવાના..ત્યારે આજે સમગ્ર ભારતીય સમુદાયના સમાજના પાયાના કાર્યકર તરીકે પંચાયતી રાજના ઊંડેથી જાણીએ અને તેના ઈતિહાસ પર નજર કરીએ તેમાં જેણે ગ્રામ સ્વરાજનું સપનું જોયું તેવા ભારત રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજીના એક વિચારથી કરીએ…

1947માં દેશ આઝાદ થયા પછી જવાહરલાલ નેહરુએ લોકશાહી દેશના વહિવટના વિક્ન્દ્રીકરણ માટે પંચાયતી રાજનો મહત્વ આપ્યું હતું. ગુજરાત રાજ્યના દ્વિતીય મુખ્યમંત્રી બળવંતરાય મહેતા એક ભારતીય રાજકારણી હતા. તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. તેમને લોકશાહી વિકેન્દ્રીકરણ તરફના તેમના યોગદાન માટે “પંચાયતી રાજ શિલ્પી” તરીકે ગણવામાં આવે છે. બળવંતરાય મહેતાના અધ્યક્ષપણા હેઠળ ઇ.સ.1957માં બળવંતરાય મહેતા સમિતિ બનાવવામાં આવી. આ સમિતિ એ પોતાનો અહેવાલ 24-11-1957 ના રોજ કેન્દ્ર સરકારને સુપ્રત કર્યો જેનાં આધારે 2 ઓક્ટોબર 1959ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે રાજસ્થાનનાં નાગૌર જિલ્લાના બગદરી ગામમાં પંચાયતી રાજની શરૂઆત થઈ. જો કે રાજસ્થાન બાદ ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં પંચાયતીરાજનો ક્રમશ અમલ શરુ થયો હતો.પરંતુ પંચાયતી રાજનો સમગ્ર રાજ્યમાં અમલ કરનારું પ્રથમ રાજય ” આંધ્રપ્રદેશ” હતુ.

- Advertisement -

ગામને નાણાં ઉઘરાવવા સુધીની સત્તા મળી

બળવંતરાય મહેતા સમિતિની મુખ્ય ભલામણો કે જેને ગામડાને પ્રાધાન્ય આપી તેમણે વહીવટ આપ્યો અને ગામની સત્તા આપી અને નાણા ઉઘરાવાનો સુધીની જવાબદારી આપી અને આ જ ભલામણોએ ભારતના પંચાયતી રાજના માળખાને ન કેવળ મજબૂત કરવાનું કામ કર્યું પણ ગામડાને બેઠું કરવા, તેને લોકશાહીનો ભાગ બનાવવા, ગામની સરકાર ચલાવવાનો મોકો આપ્યો. અને આ જ તકે ગામડાની શકલ બદલી આજે એવા ઘણા ગામડા છે જે શહેરોની ભભકાને ઝાંખા પાડે છે.

પંચાયત રાજ એક એવી બંધારણીય પ્રથા છે, જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનો મૂળભૂત એકમ છે. અહીં ત્રણ સ્તરો છે: ગામ, તાલુકો અને જિલ્લો. પંચાયત રાજ શબ્દ બ્રિટિશ રાજ દરમ્યાન ઉદ્‌ભવ્યો છે. “રાજ”નો શાબ્દિક અર્થ “શાસન” અથવા “સરકાર” થાય છે. મહાત્મા ગાંધીએ પંચાયતી રાજની હિમાયત કરી હતી, કે જ્યાં દરેક ગામ પોતાની બાબતો માટે જવાબદાર હોય. અને આવા હેતુ માટે “ગ્રામ સ્વરાજ” એવો શબ્દ પ્રયોજાયો હતો. કાયદો પસાર થતાં, રાજ્ય સરકારો દ્વારા પંચાયત રાજની પદ્ધતિ સને 1950થી 60ના દાયકામાં અપનાવવામાં આવી હતી. ૨૪ એપ્રિલ, ૧૯૯૩ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય(૭૩મો સુધારો) એક્ટ 1992 બંધારણીય દરજ્જો પૂરો પાડે છે. ૨૪ ડિસેમ્બર સુધીમાં આ અધિનિયમ આઠ રાજ્યોમાં લાગુ પડ્યો: આંધ્ર પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને રાજસ્થાન. હાલમાં, પંચાયતી રાજ પદ્ધતિ નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને, બધા કેન્દ્રશાસિત પ્રદેશો (અપવાદ: દિલ્હી)ને બાદ કરતાં સમગ્ર ભારતમાં અમલમાં છે. દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવે છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે અમુક બેઠકો અનામત રાખવામાં છે.

સરકારની યોજનાઓ વિશે રસપ્રદ માહિતી

સરદાર આવાસ યોજના
ગુજરાત ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગરીબીરેખા નીચે જીવન જીવતાં જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્‍ય કારીગરો માટે રાજય સરકારની ઘરથાળના મફત પ્‍લોટની યોજના સને ૧૯૭૨ થી અમલમાં છે. સને ૧૯૭૬ માં આવા ફાળવેલ પ્‍લોટો ૫ર મકાન બાંધવા માટેની સહાય યોજના અમલમાં આવી. ”મફત પ્‍લોટ મફત ઘર” એ સૂત્રને સાકાર કરતી સરદાર ૫ટેલ આવાસ યોજના વર્ષ ૧૯૯૭ થી અમલમાં આવી. હાલ એક આવાસની એક યુનિટની કિંમત વધારીને 43000 કરવામાં આવી છે. જેમાં સરદાર ૫ટેલ આવાસ યોજનાની સરકારી સહાય 36000 છે. 7000 લાભાર્થી શ્રમફાળો ગણી લેવામાં આવે છે.

પંચવટી યોજના
ગામડાના ૫ડતર વિસ્‍તારો, ગ્રામ્‍યલોકોના સહકારથી નવ૫લ્‍લવિત અને પુન: સ્‍થાપ‍િત કરી ગ્રામ્‍ય સ્‍તરે લોકજાગૃતિનું નિર્માણ થઇ શકે તેમજ ગ્રામ્‍યપ્રજાના ગામના રહેઠાણ વિસ્‍તારની નજીકમાં વૃક્ષાચ્‍છાદિત વન મળે તેવું આયોજન છે.પારં૫રિક સાંસ્‍કૃતિ વારસા પ્રત્‍યે આસ્‍થા જળવાય તે હેતુને ઘ્‍યાનમાં રાખીને સમગ્ર રાજયમાં પંચવટી યોજના રાજય સરકારે અમલમાં મૂકેલ છે.

સ્વચ્છ ગામ યોજના
ગામમાં સફાઇ યોગ્ય રીતે થાય અને સફાઇ પ્રત્યે સભાવના, જાગૃતિ કેળવી સફાઇનું ઉંચુ સ્તર, લાવી, ગ્રામ્યજીવન સ્તર ઉચું લઇ જવા માટે પ્રોત્સાહનરૂપે સફાઇ અને સ્વચ્છતા માટે સહાય આપવામાં આવે તો સહાયનો ઉપયોગ ગામની સ્વચ્છતાની જાળવણી માટે અને સ્વચ્છતાના સાધનો વસાવવા માટે પ્રેરાઇને ગ્રામ પંચાયત પોતાનું ગામ સ્વચ્છ અને નિર્મળ બને તે હેતુથી પ્રેરાઇને કટીબધ્ધ બને તે માટે સને ૨૦૦૭-૦૮ ના વર્ષમાં નવી યોજના અમલમાં મુકવામાં આવી છે.

સમરસ ગ્રામ યોજના
રાજયની ચૂંટણીઓમાં પક્ષ અને પ્રતિક હોય છે પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પક્ષનું આવું કોઇ પ્રતિક હોતું નથી. તેની પાછળ મહત્‍વના કારણો રહેલા છે. આર્ય સંસ્‍કૃતિની એ આગવી પરંપરા રહી છે, ગામનું મુળ અસ્‍તિત્‍વ, એનું અસલપણું, એના પ્રસંગો, રૂઢીઓ વગેરે જળવાઇ રહ્યાં છે. ગામની વિવિધ કોમો-જ્ઞાતિઓ વારતહેવારે થતાં ઉત્‍સવોમાં ભાગ લે છે અને કૌટુંમ્‍બિક ભાવના જળવાઇ રહે છે. એમની આ વિશિષ્‍ટતા છિન્નભિન્ન ન થાય એ માટે પંચાયત ધારો ઘડનારાઓએ આપણી આ પાયાની સ્‍થાનિક સ્‍વરાજની સંસ્‍થામાં ચૂંટણીમાં પક્ષિય ધોરણ રાખ્‍યું નથી.

ઇ-ગ્રામ વિશ્‍વગ્રામ યોજના
ઇ-ગ્રામ પંચાયતની વિવિઘ કામગીરીને ઇન્‍ફોર્મેશન ટેકનોલોજીના અમલ દ્વારા અદ્યતન, સુવ્‍યવસ્‍િથત, સમયબદ્ઘ, સરળ, ઝડપી, ક્ષતિરહિત અને પારદર્શક બનાવવી. ગ્રામ્‍યજનોને જરૂરી માહિતી, પ્રમાણ૫ત્ર, વિવિઘ કચેરીઓનાં ફોર્મસ, અરજીના નમૂના વિગેરે ઉ૫લબ્‍ઘ કરાવવા. શહેરમાં નાગરિકોને મળતી ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામજનોને ૫ણ ઇ-ગ્રામ પંચાયત દ્વારા પૂરી પાડવી.

જમીન સંપાદન અને માળખાકીય સુવિધાઓ
ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગરીબલક્ષી ગ્રામીણ આવાસ યોજનાઓની વસાહતમાં પર્યાપ્‍ત સાધનોના અભાવે પીવાનું પાણી, ગટર વ્‍યવસ્‍થા, સ્‍વચ્‍છતા, શેરીની પ્રકાશ વ્‍યવસ્‍થા, ઘરોમાં વીજળીકરણ, આંતરિક રસ્‍તાઓ, એપ્રોચરોડ વગેરે જેવી પાયાની નાગરિક સુવિધાઓ પૂરતી નથી ત્યારે ગ્રામીણ આવાસન યોજના માટે ગામતળ ન હોય તેવા ગામ માટે તેમજ વિવિધ ગ્રામીણ આવાસ યોજના હેઠળ સંકુલ માળખાકીય સુવિધા સાથે પુરૂ પાડવાનું થતું હોય તે ગામ માટે ગામતળની જમીન ઉપલબ્‍ધ કરાવવી

તીર્થગામ / પાવનગામ યોજના
રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રહેતા લોકો વચ્‍ચે પરસ્‍પર સદ;ભાવના વધુ પ્રબળ બને, ગામમાં એકતા જળવાય, ટંટો ફરિયાદ ન રહે અને ગામનો સર્વાંગી વિકાસ થાય તેવા ગામલોકોના પ્રયાસોને ઉત્તેજન આપતી યોજના એટલે તીર્થગામ યોજના.

You Might Also Like

ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું

અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ

ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે

ટીપાં-ટીપાં માટે તરસશે ભારત

તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા

TAGGED: 24 એપ્રિલ, history of Panchayati Raj, Panchayati Raj Day, રાષ્ટ્રીય પંચાયતી દિવસ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિલ્હીનાં વાતાવરણમાં એકાએક પલ્ટો: વરસાદનાં કારણે 15 ફ્લાઈટ ડાઈવર્ટ કરાઈ
Next Article ISROની ચેતવણી: તેજીથી પિગળતા હિમાલયના ગ્લેશિયર વિશ્વ માટે બની શકે છે ખતરો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે
ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ
વનકર્મી પર હુમલાના કેસમાં MLA ચૈતર વસાવાને 7 વર્ષની સજા: રાજપીપળા સેશન્સ કોર્ટનો ચુકાદો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?