સમુદ્રના વધતા જળસ્તરના ખતરા પર તમે ઘણા રિપોર્ટ વાંચ્યા હશે પરંતુ શું તમને ખબર છે કે જો સમુદ્રનું જળસ્તર વધતુ જતુ રહ્યું તો આખી ધરતી સમુદ્રના પાણીમાં ડૂબી જશે.
સમુદ્રના વધતા જળસ્તરના ખતરા પર તમે ઘણા રિપોર્ટ વાંચ્યા હશે અને જોયા હશે. પરંતુ શું તમને ખબર છે કે જો સમુદ્રનું જળસ્તર વધતુ ગયું તો આખી ધરતી સમુદ્રના પાણીમાં ડૂબી જશે. હવે સવાલ એ છે કે સમુદ્રનું જળસ્તર કેમ વધી રહ્યું છે અને જો એવું જ ચાલતુ રહ્યું તો શું થશે?
- Advertisement -
ગ્લેશિયર્સ કોઈ પણ કુદરતી આફતથી વધારે ખતરનાક
તમે ઘણા વીડિયો જોયા હશે જેમાં મોટા માટા ગ્લેશિયર્સ તૂટીને પડી જાય છે. ઓગળતા ગ્લેશિયર્સ કોઈ પણ કુદરતી આફતથી વધારે ખતરનાક હોય છે. કારણ કે ભૂકંપ કોઈ ખાસ વિસ્તારમાં આવે છે. વારંવાર વરસાદ કોઈ ખાસ વિસ્તારને પ્રભાવિત કરે છે. તમે વધારે ગરમી પડવાને સહન કરી શકો છો. વધારે ઠંડીને પણ સહન કરી શકો છો. પરંતુ ગ્લેશિયર્સ ઓગળવા આ બધા કરતા વધારે મોટી આફત છે. જેને લઈને ISROએ એક રિપોર્ટ જાહેર કર્યો છે.
- Advertisement -
ISROનો ચોંકાવનારો રિપોર્ટ
ISROએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે વર્ષેને વર્ષે કેવી રીતે હિમાલયની ઝીલનો આકાર અને જળસ્તર વધતો રહ્યો છે. રિપોર્ટ અનુસાર વર્ષ 1989માં જે ઝીલનો આકાર લગભગ 36 હેક્ટર હતો તે ઝીલનો આકાર વર્ષેને વર્ષે વધતા વર્ષ 2008માં 60 હેક્ટર, વર્ષ 2014માં હિમાલયની આજ ઝીલ 77.59 હેક્ટર ક્ષેત્રમાં ફેલાઈ ગઈ હતી.
પરંતુ વર્ષ 2020માં ઝીલનો આકાર 95 હેક્ટર થઈ ગયો. પછી વર્ષ 2022માં વર્ષ 1989ના મુકાબલે લગભગ ત્રણ ગણો વધીને 101 હેક્ટર થઈ ગયો. ISROએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે હિમાલયની 601 ઝીલ બે ગણી વધારે વધી ગઈ છે. 10 ઝીલ એવી છે જેનો આકાર ડોઢથી 2 ગણા સુધી વધી ગયો છે. જ્યારે 65 ઝીલનો આકાર ડોઢ ગણા સુધી વધી ગયો છે.
કોઈ પણ સમયે ફાટી શકે છે ઝીલ
હિમાલયમાં ઝીલના મોટાથવાનું મોટુ કારણ ગ્લેશિયલનું ઝડપથી ઓગળવું છે. જો આ રફ્તારથી હિમાલયના ગ્લેશિયર ઓગળતા રહ્યા તો ઝીલનો આકાર એટલો વધી જશે કે કોઈ પણ સમયે ઝીલ ફાટી શકે છે. અને કોઈ પણ સમયે મોટુ સંકટ આવી શકે છે.
ઝડપથી ગ્લેશિયર ઓગળવાનું સૌથી મોટુ કારણ ધરતીનું વધતુ તાપમાન છે. નાસાના જણાવ્યા અનુસાર વર્ષ 1880થી અત્યાર સુધી ઘરતીનું સરેરાશ તાપમાન 1.1 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. જે આવતા બે દશકમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે.