જયભારત સાથ જણાવવાનું કે હાલ સમગ્ર રાજકોટમાં રોગચાળો વકરી રહ્યો છે ત્યારે શહેરમાં મચ્છરજન્ય રોગચાળા ડેન્ગ્યું, ચીકનગુનિયા, મેલેરિયા, પાણી જન્ય રોગચાળા કમળો, ટાઈફોઈડ, મરડો, કોલેરા, તાવ, ઝાડા-ઉલટી, શરદી-ઉધરસ સહિતના કેસોમાં વિપુલ પ્રમાણમાં વધારો થયો છે ત્યારે સમગ્ર રાજકોટ શહેરના નગરજનોની આરોગ્યના હિતમાં મહાનગરપાલિકા દ્વારા લેવાતા પગલા અંગે ચર્ચા કરવા અને આ જનરલ બોર્ડ માં ચર્ચા કરવા થી રાજકોટના નગરજનોને માહિતી આપવા વિનંતી કરીએ છીએ તેમજ સમગ્ર રજકોટ શહેરમાં હાલ ટ્રાફિક સમસ્યાએ મોટો પ્રશ્ન ઉભો થયો છે જે નિવારવા આજની સાધારણ સભામાં લોક હિતાર્થે ચર્ચા કરવામાં આવે તેવી અમો માંગણી કરીએ છીએ.



