તેમણે સમજાવ્યું- રાજકીય સંસ્થાઓની સમાજની પ્રગતિ પર અસર, ગરીબ દેશો વિકાશથી કેમ વંચિત
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.15
અમેરિકા અને બ્રિટનના ત્રણ વૈજ્ઞાનિકોને ઇકોનોમિક્સનું નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. વિજેતાઓમાં ટર્કિશ-અમેરિકન ડેરેન એસેમોગ્લુ, બ્રિટિશ-અમેરિકન સાયમન જોન્સન અને બ્રિટન જેમ્સ એ. રોબિન્સનનો સમાવેશ થાય છે.
- Advertisement -
વિવિધ રાજકીય અને સામાજિક સંસ્થાઓની રચના અને સમાજની પ્રગતિ પર તેમની અસર અંગેના સંશોધન માટે તેમને આ સન્માન મળ્યું છે. ત્રણેય અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું કે, કેવી રીતે ગરીબ દેશો વર્ષોની પ્રગતિ છતાં સમૃદ્ધ દેશોની જેમ વિકાસ કરી શક્યા નથી. 2023 માટે નોબેલ અમેરિકાની ક્લાઉડિયા ગોલ્ડિનને એનાયત કરવામાં આવ્યો હતો. મહિલાઓના કામ અને બજારમાં તેમના યોગદાનને વધુ સારી રીતે સમજવા માટે તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું.
નોબેલ સમિતિએ શ્રમ બજારમાં ગોલ્ડિનના સંશોધનને ઉત્તમ ગણાવ્યું હતું. તેમના સંશોધનમાં લેબર માર્કેટમાં મહિલાઓ સાથે થતા ભેદભાવ અને તેમની કમાણી વિશે માહિતી આપવામાં આવી હતી.
અમર્ત્ય સેન એકમાત્ર ભારતીય છે જેમને 1998માં આ સન્માન મળ્યું હતું. વેલફેર ઇકોનોમિક અને સામાજિક પસંદગીના સિદ્ધાંતમાં તેમના યોગદાન માટે તેમને ઇકોનોમિક સાયન્સમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
2022 માં, ત્રણ બેંકિંગ ક્ષેત્રના નિષ્ણાતો, અર્થશાસ્ત્રી બેન બર્નેક, ડગ્લાસ ડાયમંડ અને ફિલિપ ડિવિગને નોબેલ પુરસ્કાર મળ્યો. ત્રણેયએ આર્થિક મંદી દરમિયાન બેંકિંગ ક્ષેત્રને સુધારવા માટે સંશોધન કર્યું હતું અને માનવતાને બચાવવા માટે વધુ સારા માર્ગો સૂચવ્યા હતા.