પરફેકટ વિવાહ અથવા પરફેકટ જીવનસાથી જેવી કોઈ ચીજ નથી હોતી. છોડી દો આ કલ્પના, વાસ્તવિક ભૂમિ પર આવી જાવ.
શાહનામા
– નરેશ શાહ
– નરેશ શાહ
જો તમે આવી કોઈ સૂફિયાણી કલ્પનાઓ પર વિશ્ર્વાસ રાખવા લાગશો તો તમને વિવાહની પ્રથા-શાદીની પરંપરા-અપૂર્ણ જ લાગશે. લગ્ન કે પતિ-પત્નિ વિશેના જે કંઈ રોમાન્ટિક ખ્યાલ (શ્રેષ્ઠ, દૈવીય કે આદર્શ સંબંધ વગેરે) રાખવામાં આવે છે, એ ખરેખર અસ્તિત્વમાં જ નથી. લગ્ન એક વિચાર છે. એકદમ ચવાઈને ચૂથ્થો થઈ ગયેલો વિચાર. ખરેખર તો લગ્ન એ છે કે જે તમારા થકી સર્જાઈ છે. એ તમને પાગલ કરી મૂકે છે અને એ વાત મોટાભાગની વિવાહીત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) તમને કહેશે. (હકીક્ત તો એ છે કે) સુખી લગ્નજીવનની કોઈ ફોર્મ્યુલા છે જ નહીં, અને (લગ્નજીવનને લગતાં) તમામ પ્રશ્ર્નોના કોઈ પાસે જવાબ પણ હોતા નથી
જરા ચચરી જાય એવા આ શબ્દો છે અને શાંત ચિત્તે વિચારતાં આ ખ્યાલાત સાચા પણ લાગવાના છે દરેક પરિણીત વ્યક્તિને. શોભા ડેની આ જ કમાલ છે. અંગે્રજીમાં લખતાં આ વિવાદાસ્પદ લેખિકા તેમના લગ્નજીવનથી લઈને બિન્દાસ વિચારો અને બોલ્ડ લખાણ માટે જાણીતા છે. તેમણે લગ્નની સચ્ચાઈ આલેખતું સ્પાઉસ: ટ્રુથ અબાઉટ ધ મેરેજ નામનું પુસ્તક લખ્યું, તેની પ્રસ્તાવના પણ તેમણે ઉપરોક્ત ફકરા જેવી શોકિંગ શૈલીથી કરી છે. રસિલી મિઠાઈ બનાવવાની રેસિપીની બુકના આરંભમાં જ મિઠાઈ ખાવાની માઠી અસર વિષે તમે વાત કરો, એવી જ આ વાત થઈ. શોભા ડેનો આ જ અંદાઝ તેમને રસપ્રદ અને નોંધનીય બનાવે છે. ડે લખે છે, શાદી યાદોની બારાત છે, જો સારી યાદો નઠારાં સ્મરણો કરતાં વધુ હોય તો તેને સફળ-શાદી કહેવું યોગ્ય ગણાશે
- Advertisement -
લગ્નજીવન અને પતિ-પત્નીના રિલેશનને ગ્લોરીફાય ગ્લાસથી જૂઓ તો જ સમજાય કે ખરેખર તો
કશું એબનોર્મલ બન્યું હોતું નથી.
પતિ-પત્ની, લગ્ન, દામ્પત્ય, ઠંડી પડતી જતી ઉષ્મા, ગરમી પકડી જતી પ્રકૃતિ, સીધી-સપાટ થતી જતી જિંદગી અને આડા સંબંધો… આ એક એવો કોયડો છે કે ઉકેલાતો કોઈથી નથી. હા, ગૂંચવાઈ ગયા હોવાનો એકરાર જાહેરમાં કરનારાં ઓછા હોય છે. બીજા શબ્દોમાં કહી શકાય કે શ્રેષ્ઠ લગ્નજીવન એ નર્યું જૂઠાણું છે. ગમે તેવી તીવ્ર ઝંખના હોય છે પણ પામી લીધા પછી માણસ તેને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતો થઈ જાય છે, પછી એ ઝંખના મર્સીડિઝ સી કલાસની હોય કે કુંશાદે ફાર્મ હાઉસની હોય કે પતિની હોય કે પત્નીની હોય. લકઝરી કાર પછીથી શોફર જ સાચવતો હોય કે ફાર્મ હાઉસ કેર ટેકર પર નિર્ભર થઈ જાય તો તેમને કમ્પલેઈન નથી હોતી પણ પતિ કે પત્નીને લગ્નની શરૂઆતી ઉર્જા-ઉમંગ ઓસર્યા પછી બેદરકારી, અભાવ, અસલામતી, બેકાળજી અને નજરઅંદાઝ થયાનું ખરજવું ઉપડતું જ હોય છે.
આમ જૂઓ તો, એ ખૂજલીનો કોઈ ઈલાજ નથી અને હા, ખરજવાની સૌથી વધારે મજા ખંજવાળવાની જ આવે. ખંજવાળો તો શુકૂન મળે અને આ જ શુકૂન ખરજવાને મટવા ન દે. લગ્નજીવન અને પતિ-પત્નીના રિલેશનને તમે આ ગ્લોરીફાય ગ્લાસથી જૂઓ તો જ સમજાય કે ખરેખર તો કશું એબનોર્મલ બન્યું હોતું નથી. શરૂઆતી આકર્ષણના ઉફાનમાં જે અ-સાધારણ સ્ટાઈલથી વ્યક્ત થતું હતું, તે ધીમે ધીમે સામાન્ય થઈ ગયું છ ેલગ્ન પછી. નવપરિણીત યુગલ કે પ્રેમી પારેવાંઓ દૂર હોય ત્યારે સતત મળવાની ઉત્કટ તમન્નામાં જીવતાં હોય છે અને મળવામાં-મુલાકાતમાં જ તેમને વર્લ્ડ કપ વિજેતા બન્યાનો સંતોષ મળી જતો હોય છે. દૂર હોય ત્યારે કે છુટૃા પડતી વખતે ફરી મળવાનું થ્રીલ જ તેમને રિઅલ જિંદગી લાગવા માંડે છે પણ શાદી કે બાદ ધીમે ધીમે તડપ ઓસરવા માંડે છે. પહેલાં કલાક મળતું પ્રિયપાત્ર હવે બાર-પંદર કલાક (રાત્રિના દશ કલાક તો કમ સે કમ) સાથે રહેતું થઈ જાય છે અને ફોક્સ બદલાવા લાગે છે જિંદગીના.
ફિયાન્સી કે ગર્લફ્રેન્ડની ફેવરિટ ચોકલેટની બદલે હવે કંપનીના ટાર્ગેટ કે બિઝનેશના અચિવમેન્ટ અગત્યના લાગવા માંડે છે. હવે નાઈટ શો સિવાય મૂવી કે ડ્રામા માટે સમય કાઢવો ફિજૂલ લાગે છે.
- Advertisement -
સોશ્યલ લાઈફ કે પત્ની સાથેના કમિટમેન્ટ (જે ખરેખર તો ખર્ચાળ જ હોવાના ) પૂરા કરવા માટે વધુ કમાવાની ધૂનકી ચઢવા લાગે છે અને બસ, આ જ બધી વાતો-વહેવારોથી સામેનું પાત્ર અંદર ખાનેથી નારાજ રહેતું રહેતું, ધીમે ધીમે ખફા થઈ જાય છે. સાસુ કે નણંદ કે બચ્ચાંઓ અને ઘરની રૂટીન-ઉબાઉ અને મરજી વગર મજબૂરીથી વેંઢારતી જવાબદારીની ઉધઈ પત્નીના માનસને એવી ખોતરવા લાગે છે કે, હવે બન્નેને એમ લાગવા માંડે છે કે પરફેકટ દામ્પત્ય જેવું કશું હોતું જ નથી. આ જ સચ્ચાઈ છે. પ્રાપ્તિ પછી ઉત્કટતામાં આવી જતો ઠહરાવ હૂંફાળા સરોવર બનવાની ક્ષ્ામતા ધરાવતાં દામ્પત્ય જીવનને બંધિયાર ખાબોચિયામાં ક્ધવર્ટ કરી દે છે. માણસ માત્રની એ મર્યાદા છે કે પાલતુ પશુની બેજુબાન સ્થિતિ ને મહેસુસ કરીને બે ઘડી તેને વહાલ કરી લેવાની ફૂરસદ કાઢી લેશે પણ બોલકાં (ખાસ તો પોતાનો અણગમો, ગુસ્સો, જરૂરિયાત અને સામી વ્યક્તિની ફરજ- જવાબદારીને અભિવ્યક્ત કરતા) લાઈફ પાર્ટનરને પંપાળવાનું ક્યારેય સામે ચાલીને પસંદ નહીં કરે કારણકે, બોલીને તેણે બયાન તો કરી જ દીધું છે ને
આ જ ગડમથલ એટલે આપણી આસપાસ જીવાતા દામ્પત્ય જીવનો. ફર્સ્ટ ફલોરવાળા ભાભી હોય કે આપણો બિઝનેસ પાર્ટનર, બચ્ચાંઓને લઈ જતો સ્કૂલ બસનો ડ્રાયવર હોય કે આપણી ખુદની નણંદ. બચપણની સહેલી હોય કે કોલેજિયન યાર. લગ્ન પછીની આવી નાની મોટી ખીટપીટ જ એ વાત પર આઈએસઆઈનો ઓથેન્ટિક સિમ્બોલ લગાવીે છે કે પરફેકટ મેરેજ લાઈફ જેવું કશું હોતું નથી. હોય છે તો માત્ર જૂઠ્ઠ અથવા દંભ અથવા ભ્રમ઼.