પુરોહિત મહેશ
DeepSeekની એન્ટ્રીએ હાલ પૂરતું તો અમેરિકાને હલાવી મૂક્યું છે, અમેરિકામાં હાલમાં સૌથી વધુ વપરાતી એપ્પ પણ DeepSeek જ છે
- Advertisement -
કહેવાય છે કે આવનારું વિશ્વ યુદ્ધ ડેટા વોરફેર માટે હશે માટે વૈશ્વિક શક્તિઓ ઇન્ફોર્મેશન બાબતે રોકાણ કરી રહ્યા છે. એમાં સૌથી લેટેસ્ટ AI ટેક્નોલોજી છે. હમણાં સુધી આ ટેક્નોલોજીમાં અમેરિકા બધાનુ બાપ છે. કારણ કે હમણાં સુધીનુ સૌથી સફળ AI ChatGPT બનાવનાર કંપની OpenAI અમેરિકાની છે. આ સિવાય પણ Perplexity, Claude (Anthropic), Gemini (Google DeepMind), Llama (Meta), Perplexity AI, Command R+ (Cohere)બધા જ ધુરંધર મોડ્યુલ બનાવનાર તમામ કંપનીઓ અમેરિકન છે. એમાં માઈક્રોસોફ્ટ અને આપણાં એલોનભાઈ પણ મથી રહ્યા છે. જો કે એલોનભાઈનું ૠજ્ઞિસ એટલું ધૂમ મચાવી શક્યું નથી.
આ બધી વ્યવસ્થા ઉભી કરવામાં અમેરિકાએ આશરે 200-250 બિલિયોન ડોલર રોક્યા છે. અમેરિકા માટે મજા એ વાતના હતા કે આ તમામ જાયન્ટ કંપનીઓ હરીફાઈ કરે તો પણ ટેન્શન નહીં કારણ કે આમાંથી કઈ નીકળે તો ટેક્નોલોજી તો અમેરિકા પાસે જ રહેને? જો કે આ બધી માથાકૂટમાં ઝુકેરબર્ગ, ઇલોન મસ્ક, સુંદર પીચ્ચાઈ, સત્ય નડેલા જેવા માથાઓ મથી રહ્યા છે પણ આ બધામાં આગળ છે OpenAI.. તેની પાસે જે ડેટા અને મોડ્યુલ છે તે હમણાં સુધી કોઈ પાસે હતું નહીં. પણ, દરેક શેર માથે સવાશેર તો હોય જ, એમ આ ધંધામાં સીધી જ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી છે ચીને. એક સામાન્ય કંપનીના માલિકે ઉયયાજયયસ કરીને અઈં મોડેલ બહાર પડ્યું છે તેનાથી આખુ જગત હલી ગયું છે અને અમેરિકાની મોટી મોટી ટેક કંપનીઓના શેર તૂટી ગયા છે. ગદશમશફ જેવી મગરમચ્છ કંપનીના શેર 18% તૂટી ગયા છે. એવરેજ 1.3 ટ્રિલિયન ડોલરનુ ધોવાણ થયું છે. આ આંકડો કેટલો મોટો છે એ આ બાબતથી સમજો કે આપણાં દેશનુ અર્થતંત્ર ટોટલ 4 ટ્રિલિયન પણ નથી.
તો આ ઉયયાજયયસ બલા લાવ્યું કોણ? એક ફંડ મેનેજ કરતી કંપનીના મેનેજર Liang Wenfeng એ પોતાના ફંડ મેનેજ કરવા માટે આ ચેટ બોટ બનાવી હતી. પણ તેણે ધીરે ધીરે આને વિકસાવી અને ફક્ત 06 મહિનામાં તો એવી ડેવલોપ કરી મૂકી કે ઈવફિૠંઙઝ હલી ગયું. એણે કેવીરીતે કર્યું એ ખુબ જ રહસ્યનો વિષય છે. પ્રોડક્ટ તો આવેને જાય! તો આમાં એવું તો શું છે? પહેલા તો આ એપની એકયુરસી વર્તમાનમાં આવેલેબલ તમામ મોડ્યુલથી વધારે છે એમાં આ એપ ઓપન સોર્સ છે. અને બીજું એક પેડ વર્જન છે તે ઈવફિૠંઙઝ કરતા 90% સસ્તું છે. આતો એવી વાત થઇ ગઈ કે રવિવારી બજારમાં તમને રેમન્ડ કરતા સારા કપડાં મળે. બીજું કે ઘાયક્ષઅઈંની ઇમેજ ક્રિએટ મોડ્યુલ ઉઅકક-ઊ ને ટક્કર મારે તેવું મોડ્યુલ પણ બહાર પાડ્યું છે.
- Advertisement -
તો આટલી નીચી કોસ્ટ પોસાય કેવીરીતે? તો એનો જવાબ છે તેની પડતર કિંમત ફક્ત 6 મિલિયન ડોલર જ છે, તેની સામે અમેરિકાનુ રોકાણ 200-250 બિલિયોન ડોલર છે. પણ આ કેવીરીતે શક્ય છે? જેવીરીતે આપણે ફક્ત 600 કરોડ રૂપિયામાં મંગલયાન પાર પાડ્યું. અમેરિકા અને ચીન હાલમાં ભવિષ્ય પોતાના હાથમાં રહે તે માટે મથામણ કરી રહ્યા છે. ઉયયાતયયસની એન્ટ્રીએ હાલ પૂરતું તો અમેરિકાને હલાવી મૂક્યું છે. અમેરિકામાં હાલમાં સૌથી વધુ વપરાતી એપ્પ પણ ઉયયાજયયસ જ છે, જો કે ઉયયાતયયસ કેટલું ટકે તે જોવું રહ્યું તે એક ફુગ્ગો ન બની રહે તે માટે ચીન સરકાર પૂરો ટેકો Liang Wenfeng ભાઈને આપશે.
નોટ: કાળા માથાનો માનવી ધારે તે કરે