લાખોની ફી વસૂલતી નિરમા યુનિ.માં લુખ્ખા જેવું વર્તન!
સ્ટેન્ડઅપ કોમેડી દરમિયાન ‘જલ્દી બોલ સુબહ પનવેલ નીકલના હૈ’ કોમેન્ટ કરતાં પ્રોફેસરે પિત્તો ગુમાવ્યો, NSUI મેદાનમાં
- Advertisement -
અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જેમાં પ્રોફેસર એચ.કે પટેલે એક વિદ્યાર્થીનો સ્ટેજ પર બોલાવીને કોલર પકડીને ધમકાવ્યો હતો. આ ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે. આ વિવાદ અંગે મીડિયાએ પ્રોફેસર એચ.કે. પટેલ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે મારે કોઈ વાત કરવી નથી. આ વીડિયો વાઇરલ થતા NSUIએ નિરમા યુનિવર્સિટીમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. નિરમા યુનિવર્સિટીમાં EI (ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેન્શન)ના વિદ્યાર્થીઓનો એક ટેક્નોફોરા નામથી કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જેમાં સ્ટેન્ડઅપ કોમેડી શો હતો. આ દરમિયાન સ્ટેજ પર ઇંઘઉ અને પ્રોફેસર એચ.કે પટેલ બોલી રહ્યા હતા. બરાબર આ સમયે એક વિદ્યાર્થીએ ‘ગોલમાલ-૩’ના ડાયલોગ બોલ્યો કે, ‘જલ્દી બોલ કલ સુબહ પનવેલ નીકલના હૈ’ ત્યાર બાદ પ્રોફેસરે વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવી ધમકાવતા કહ્યું હતું કે i can go upto any extent, the day you dare to insult any faculty of the nirma uni campus you are gone forever એટલે કે નિરમા યુનિવર્સિટીની એક પણ ફેકલ્ટીનું અપમાન કરવાની હિંમત કરી તો હું કોઈ પણ હદે જઈ શકું છું. તને હંમેશને માટે કાઢી મૂકીશ. આ અંગે NSUIના નેતા વેદાંતસિંઘ તોમરે જણાવ્યું હતું કે પ્રોફેસરના વિડિયો બાદ જ્યારે અમે સંપર્ક કર્યો ત્યારે પ્રોફેસરે આ ઘટનાને યોગ્ય ગણાવી હતી અને યુનિવર્સિટીની મેટર હોવાનું કહ્યું હતું.




