2025 સુધીમાં સુગર મીલ શરૂ થઇ જશે: ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપનીની જાહેરાત
ખેડૂતોને શેરડીનું વાવેતર કરવા અપીલ કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ ગીર સોમનાથ
- Advertisement -
ભૂતકાળમાં ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી ગીર સોમનાથ ની ઉના, કોડીનાર અને તાલાલાની શુગર મીલ વર્ષોથી બંધ છે જો કે કોડીનાર અને તાલાલા મીલ શરૂ કરવા સરકારી કંપની ઇન્ડિયન પોટાશ લિમિટેડ મેદાનમાં આવી છે ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા તલાલા અને કોડીનાર શુગર મીલ 30 વર્ષના પટ્ટે ચલાવવા ઠરાવો થયા છે જેને લય બનને શુગર મિલો ના સભાસદો અને ડિરેક્ટર બોડી ની સાધારણ સભા મળી હતી તમામ ઠરાવો થયા બાદ હવે શુગર મીલ વ્હેલી ધમધમતી કરવા તખ્તો ઘડી કઢાયો છે.
કોડીનાર શુગર મીલ ઓક્ટોમ્બર નવેમ્બર 2025માં શરૂ કરવાનું એલાન કરાયું છે સાથે જ ખેડૂતોને શેરડીનું વાવેતર કરવા અપીલ કરવામાં આવી છે એટલું જ નહિ કેન્દ્ર સરકાર ની લઘુતમ ભાવ ની નીતિ મુજબ ખેડૂતોને ભાવ આપવામાં આવશે ભૂતકાળમાં આ તલાલા અને કોડીનાર બને શુગર મીલ ખાંડ બનાવતી હતી જો કે ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા આ ખાંડ ફેકટરીમાં ઇથોનોલ બનાવશે જેને લઇ ખેડૂતોની શેરડીના ભાવ પણ હવે ઉચા મળશે.અત્રે ઉલ્લેખનીય છે કે કોડીનાર પંથક માં શેરડી એ મુખ્ય પાક હોય અને તેનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે ત્યારે આ ફેકટરી બંધ રહેવા થી 78 જેટલા ગ્રામ્ય વિસ્તારના 12000 જેટલા સભાસદો, ખેડુતો અને તાલુકા ના વેપારીઓ ને દર વર્ષે અંદાજે 200 કરોડ જેટલા ટર્નઓવર નું નુકસાન થાય છે ત્યારે આજે વર્તમાન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ઇન્ડિયન પોટાશ લિમિટેડ ન્યુ દિલ્હીને આ ખાંડ ઉદ્યોગ લીઝ ઉપર આપી. કોડીનાર ની જીવાદોરી ની પૂન: જીવિત કરવા ના સંકલ્પ સાથે આજે વાવેતરનીતિ બહાર પાડી આગામી વર્ષેથી ખેડૂતોની શેરડી ખરીદી સારા ભાવો આપવાની સાથે એકી આંકડે શેરડી ના પૈસા પણ સીધા ખેડૂતો ના ખાતામાં જમા કરવાની જાહેરાત કરતા તાલુકાભરમાં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે.