નોર્મલ ઇન્ફેકશનમાં પણ લોકો એન્ટિબાયોટિક લેતાં થયાં જે ચિંતાનો વિષય
કોવિડ પછી પણ એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ અને વેચાણમાં વર્ષ-દર-વર્ષે સતત વધારો થતો રહ્યો છે, ફાર્માસિસ્ટ અને ડોક્ટરો બંને માટે વધુ ચિંતાજનક એ છે કે પાંચમાંથી ત્રણ સૌથી વધુ વેચાતી દવાઓ એન્ટિબાયોટિક્સ છે. જેનો ઉપયોગ ગંભીર ચેપની સારવાર માટે થાય છે.
- Advertisement -
ટોચની પાંચ સૌથી વધુ વેચાતી એન્ટિબાયોટિક અને એન્ટિબેક્ટેરિયલ્સમાં એમોક્સિસિલિન – ક્લેવ્યુલેનિક એસિડ, મેરોપેનેમ, સેફોપેરા-ઝોન – સલ્બેક્ટમ, એઝિથ્રોમાસીન, સેફિક્સાઇમ અને લાઇનઝોલિડનો સમાવેશ થાય છે .
જેમાં એમોક્સિસિલિન ક્લેવ્યુલેનિક એસિડનું વેચાણ 48 ટકા, મેરોપેનેમ 63 ટકા , સેફોપેરાઝોન – સલ્બેકટેમ કોમ્બિનેશન 23 ટકા અને લાઇનઝોલિડ 69 ટકા વેચાણ થયું હતું. આ દવાઓના વેચાણમાં પાંચ વર્ષના સમયગાળા દરમિયાન નોંધપાત્ર વધારો થયો છે.
પાંચમાંથી ત્રણ એન્ટિબાયોટિક્સ ઉચ્ચ કક્ષાની છે, જેનો અર્થ છે કે તેનો ઉપયોગ ગંભીર પ્રકારના ચેપની સારવાર માટે થાય છે, આ દવાના વેચાણમાં થયેલો વધારો સૂચવે છે કે તેનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે, જે વૈશ્ર્વિક સ્તરે એન્ટિબાયોટિક પ્રતિકારના જોખમમાં ફાળો આપે છે.
- Advertisement -
સ્ટર્લિંગ હોસ્પિટલના ક્રિટિકલ કેર ફિઝિશિય ડો.નીરવ વિસાવડિયા જણાવ્યું હતું કે યાદીમાંની એન્ટિબાયોટિક્સનો તે લોકો દ્વારા દુરુપયોગ કરવામાં આવે છે જેઓ ફ્લૂ જેવા લક્ષણોની સારવાર માટે પ્રિસ્ક્રિપ્શન વિના તેમને ખરીદે છે. તેમણે કહ્યું હતું કે “જ્યાં સુધી ચિકિત્સક સલાહ ન આપે ત્યાં સુધી, વ્યક્તિએ બેક્ટેરિયલ ચેપ માટે એન્ટિબાયોટિક્સ ન લેવી જોઈએ,”
કોવિડના સમય દરમિયાન તેનો વ્યાપક ઉપયોગ અને દુરુપયોગ થયો હતો, રાજ્યમાં કોવિડની અસર ઓછી થઈ ગઈ હોવા છતાં પણ એઝિથ્રોમાસીનનું વેચાણ સતત વધતું રહ્યું છે.
એઝિથ્રોમાસીનનો ઉપયોગ અનેક બેક્ટેરિયલ ચેપની સારવાર માટે થાય છે, તે રાજ્યમાં ચોથા નંબરે સૌથી વધુ વેચાતી એન્ટિબાયોટિક છે. આ દવાનો ઉપયોગ કાનના ચેપ, સ્ટ્રેપ થ્રોટ, ન્યુમોનિયા, ડાયેરિયા અને અમુક અન્ય આંતરડાના ચેપની સારવાર માટે થાય છે.
રાજ્યમાં પાંચ વર્ષના ગાળામાં દવાનું વેચાણ જુલાઈ 2020 માં 28 કરોડથી વધીને જુલાઈ 2024 માં 30 કરોડ થઈ ગયું છે. રોગચાળા દરમિયાન આ દવાઓના વધુ પડતાં ઉપયોગ અંગે તબીબોમાં ચિંતા છે, ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશનના ચેરપર્સન અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે “લોકો વધુને વધુ સ્વ-દવા કરે છે.
આ વલણ શહેરી અને ગ્રામીણ ગુજરાતમાં સમાન રીતે જોવા મળે છે. વધુમાં, રોગચાળા પછી શ્વસન ચેપ વિશેની જાગૃતિમાં વધારો થયો છે, જેના પરિણામે દવાના વેચાણમાં પણ વધારો થયો છે,”.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે “એન્ટિબાયોટિક્સના દુરુપયોગથી એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ થઈ શકે છે. જેમાં એન્ટિબાયોટિક દવાની અસર થતી જ નથી. તેમણે કહ્યું કે એક ગેરસમજ છે કે એન્ટિબાયોટિકનો ઉપયોગ રોગને ઝડપથી મટાડી શકાય છે. મોટાભાગના વાયરલ ચેપના કેસોમાં, એન્ટિબાયોટિક્સના ઉપયોગ વગર પણ સારવાર કરી શકાય છે.