રાજકોટ કામદાર યુનિયન દ્વારા કાયદાકીય વિસંગતતા દૂર કરી ફરી એક વખત ઠરાવ કરાવ રજૂઆત કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર છેલ્લા સાત વર્ષથી વધારાના સમયમાં વાલ્મીકિ સમાજમાં લોકોને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાયમી ભરતી અંગે વારંવાર રજૂઆતો, આંદોલનો કરીને તેમની ભરતી કરવાની વ્યાપક રજૂઆતના અનુસંધાને ગુજરાતના કર્મઠ અને લાગણીશીલ મુખ્યમંત્રીએ ગત તા. 30 ને સોમવારના રોજ મહાનગરપાલિકામાં અંદાજે 532 સફાઈ કામદારોની કાયમી ભરતી માટેની લીલીઝંડી આપી હતી અને આ સમાચાર મળતાં જ સમગ્ર સમાજમાં આનંદ અને ઉત્સાહની લાગણી હતી અને વાલ્મીકિ સમાજે પૂરી તાકાતથી આ નિર્ણયને વધાવેલો હતો. પરંતુ ગરીબ, અજ્ઞાની અને કાયદાથી પર સમાજના આગેવાનોને ખબર ન હતી કે જે પ્રકારે કાયદાની આંટીઘુંટીમાં રમત રમીને આવડા મોટા સમાજ સાથે છેતરપિંડી કરવામાં આવે છે. ખરી હકીકતે મારા જાણવા અને માનવા પ્રમાણે છેલ્લે જનરલ બોર્ડ ઠરાવ નં. 164 તા. 7-3-2024ના રોજ મેયર નયનાબેન દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો તેમાં જનરલ બોર્ડના ઠરાવ નં. 13 તા. 19-6-2019ની બાબતોને ટાંકવામાં આવી છે તે ખરી હકીકતે સમગ્ર સમાજને મૂરખ બનાવવાનું કાવતરું હોય તેવું દેખાય આવે છે.