ગિરનાર પર્વત પર પ્રથમ નોરતે 24 કલાક અજવાળા પથરાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢના ગિરનાર ઉપર બિરાજમાન માં અંબાજી માતાજીના મંદિરે આવતા લાખો માઇ ભક્તોની દાયકાઓ જુની સમસ્યા રહી છે .અહીં પવત ઉપર અવિરત વીજ પુરવઠો મળતો ન હતો જેથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પીજીવીએલની આ યોજનાના ત્વરિત મંજૂર કરી અને ગિરનાર ઉપર 791 લાખના ખર્ચે અવિરત 24 કલાક વીજ પુરવઠો મળી રહે તેવી યોજનાના માત્ર છ મહિનામાં પૂર્ણ કરવામાં આવી હતી.
- Advertisement -
આ યોજનાનું આગામી તા.3 ઓકટોબરને ગુરૂવારે નવરાત્રીના પ્રથમ નોરતે લોકાર્પણ થવા જઇ રહી છે. ગુરૂવારે રાજ્યના કેબિનેટ મંત્રી નાણા અને ઉર્જા મંત્રી પેટ્રોકેમિકલ્સના મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે ઇ-લોકાર્પણ કરાશે. ગિરનાર પરની યોજનાની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ 4000 મીટરની ઉંચાઇ ઉપર વિજળી પહોંચાડવાનું ભગીરથ કાર્ય રાજ્ય સરકારે પરિપૂર્ણ કર્યુ છે. પર્વત ઉપર અલગ-અલગ છ સ્થળે હેવી લાઇનના ટ્રાન્સફોર્મર કામ પૂર્ણ થયુ છે. અત્યાર સુધી અહી એટલટી લાઇનથી 4 કિલોમીટર સુધીમાં વીજ પુરવઠો સપ્લાય કરવામાં આવી રહ્યો હતો. પરંતુ તેની લંબાઇ વધુ હોવાથી લો-વોલ્ટેજની સમસ્યાઓ અવાર-નવાર ઉદભવતી હતી. જેથી 791 લાખા ખર્ચે ગિરનારની ભવનાથ તળેટીથી લઇને 4000 મીટરની ઉંચાઇએ આવેલ અંબાજી મંદિર સુધીમાં અલગ-અલગ છસ્થળે હેવી લાઇનના ટ્રાન્સફોર્મર મુકવામાં આવ્યા છે.