‘ધ કપિલ શર્મા શો’ હવે ૨૧ ઑગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. આ શોના પહેલા એપિસોડમાં અજય દેવગન તેની ‘ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા’ને પ્રમોટ કરશે. બીજા એપિસોડમાં એટલે કે બાવીસમી ઑગસ્ટે અક્ષયકુમાર તેની ‘બેલ બૉટમ’ને પ્રમોટ કરતો જોવા મળશે. આ બન્ને એપિસોડમાં બન્ને ફિલ્મની સંપૂર્ણ ટીમ જોવા મળશે.
કોરોનાને કારણે આ શો બંધ કરવામાં આવ્યો હતો અને ફરી એની શરૂઆત કરવામાં આવી છે. આ શોમાં હવે સુદેશ લહેરી અને ગૌરવ ગેરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.


