ઘરફોડ ચોરી કરનાર બે શખ્સોને 67 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં બેસતા વર્ષના દિવસે જ ચોરીનો બનાવ બન્યો હતો જેના ઘરધણી બેસતા વર્ષમાં ગામડે ગયા હોય તેવા સમયે ઘર બંધ જોઈને તસ્કર દ્વારા ઘરમાં હાથફેરો કરી વીસ હજાર રૂપિયા રોકડ લઈને ફરાર થઈ ગયા હતા જ્યારે આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમ દ્વારા તપાસ કરતા અંગત વિશ્વસનીય બાતમીદારની માહિતીને ધ્યાને લઈ રવિભાઈ હકાભાઈ પાટડિયા તથા મેહુલભાઈ દિલીપભાઈ કોડિયા બન્ને રહે: મફતીયાપરા, સુરેન્દ્રનગર વાળાને અટકાયત કરી પૂછપરછમાં ભાંગી પડેલા બંને શખ્સોએ રતનપર વિસ્તારમાં ઘરફોડ ચોટી કરી હોવાનું કબુલતા ચોરી કરેલ 17 હજાર રૂપિયા રોકડ તથા બાઈક જપ્ત સહિત કુલ 67 હજાર રૂપિયાનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



