-સ્કુલની બાળાઓને સારવાર માટે હોસ્પીટલે કોઈએ ઝેર આપ્યાની જવાબદારી નથી સ્વીકારી
અફઘાનિસ્તાનમાં બે અલગ અલગ બનાવમાં પ્રાઈમરી સ્કુલની 80 જેટલી છાત્રાઓને ઝેર આપવાનો મામલો બહાર આવ્યો છે. આ છાત્રાઓને હોસ્પીટલે ખસેડાઈ છે. તેમને કોણે ઝેર આપ્યું કેવી રીતે આપ્યું તે હજુ બહાર નથી આવ્યું. પણ પ્રારંભીક તપાસમાં છોકરીઓને કાવતરાથી ઝેર અપાયાનું જાહેર થયુ છે.
- Advertisement -
ઓગસ્ટ 2021 માં અફઘાનીસ્તાનમાં તાલીબાન ફરીથી સતા પર આવ્યા બાદ આ ઘટના બની છે.આ પહેલા અફઘાનીસ્તાનમાં 2015 માં આવી ઘટના બની હતી. ત્યારે હેરાત પ્રાંતમાં 600 બાળકીઓને ઝેર આપવામાં આવ્યુ હતું. ત્યારે પણ કોઈ સંગઠને તેની જવાબદારી નહોતી સ્વીકારી જોકે ત્યારે અનેક માનવ તાલીબાનને આ ઘટના માટે જવાબદાર ઠેરવ્યા હતા.
હાલમાં જે 80 બાળકીઓને ઝેર આપવામાં આવ્યું તે ઘટના અફઘાનીસ્તાનના સર-એ-પુલ પ્રાંતની છે બન્ને સ્કુલો આસપાસ છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના ત્યારે બની છે જયારે 4 દિવસ પહેલા તાલીબાન સરકારે દુનિયાના તમામ દેશોને તેમને માન્યતા આપવાની વાત કરી હતી. તાલીબાનનાં સુપ્રિમ લીડર અખુંદજાદાએ આ મામલે કતરના વડાપ્રધાન મોહમ્મદ બિન થાનીને મળવા ગયા હતા.
ત્યારે થાનીએ સ્પષ્ટ કહ્યું હતું કે જો તાલીબાનને માન્યતા જોઈતી હોય તો તેમણે મહિલાઓને તેના અધિકાર આપવા પડશે અને આ મામલે વાત અટકી ગઈ હતી. આ વર્ષે માર્ચમાં ઈરાનમાં પણ આવી ઘટના બની હતી. જેમાં છાત્રાઓને આગળ ભણતી રોકવા તેને ઝેર આપવામાં આવ્યું હતું.