કાલથી ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટક્કર થાય તે પહેલાં જ નિયમો બદલાવી મેચને રોમાંચક બનાવશે આઈસીસી
કાલથી ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મુકાબલો શરૂ થઈ રહ્યો છે. આ મુકાબલાને લઈને બન્ને દેશોના ક્રિકેટ ચાહકોમાં જબદરસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આઈસીસીએ પણ ફાઈનલ મેચ પહેલાં નિયમોમાં અમુક ફેરફાર કર્યા છે જેના કારણે મુકાબલો વધુ રોમાંચક બનાવવાની સાથે સાથે તેમાં પારદર્શિતા લાવી શકાય.
- Advertisement -
ફાઈનલ મુકાબલામાં આ વખતે સૉફ્ટ સિગ્નલનો નિયમ ઉપયોગ કરવામાં નહીં આવે મતલબ કે મેદાન પર રહેલા અમ્પાયરો પાસે નિર્ણય થર્ડ અમ્પાયરને આપતાં પહેલાં સોફ્ટ સિગ્નલ આપવાનો અધિકાર રહેશે નહીં. આ પહેલાં જો મેદાનના અમ્પાયર કોઈ શંકાસ્પદ કેચના મામલે ત્રીજા અમ્પાયરનો સહારો લેતા હતા તો તેણે સોફ્ટ સિગ્નલ આપવું પડતું હતું. 1 જૂનથી આંતરરાષ્ટ્રીય મેચમાં આ નિયમને લાગુ કરી દેવામાં આવ્યો છે. સોફ્ટ સિગ્નલને લઈને અનેક વખત બબાલ થઈ ચૂકી છે. આ વર્ષે ઑસ્ટ્રેલિયા અને આફ્રિકા વચ્ચેની મેચમાં પણ આવું થયું હતું.
આ ઉપરાંત ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મુકાબલા દરમિયાન વાદળ છવાયેલા રહી શકે છે એટલા માટે કુદરતી પ્રકાશ યોગ્ય રીતે નહીં મળે તો ફ્લડ લાઈટસ ચાલું કરવામાં આવી શકે છે. સારી વાત એ છે કે આ મેચ માટે 12 જૂને એક રિઝર્વ-ડે (છઠ્ઠો દિવસ) રાખવામાં આવ્યો છે.
આઈસીસીએ 1 જૂનથી આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન જોખમભરી સ્થિતિમાં હેલમેટ પહેરવું પણ અનિવાર્ય કરી દેવાયું છે. હવે ફાસ્ટ બોલરોનો સામનો કરતી વખતે બેટરે તો હેલમેટ પહેરવું જ પડશે સાથે સાથે વિકેટકિપર સ્ટમ્પ પાસે અને ફિલ્ડર્સ પીચ સામે બેટરની નજીક ઉભા હશે ત્યારે તેમણે પણ હેલમેટ પહેરવું જરૂરી રહેશે.
- Advertisement -