બ્રાહ્મણોને ચોર કહેનાર સમીર પટેલ ખુદ એક મહાચોર
આપણે ત્યાં કહેવાય છે કે, પંચ અને પરમેશ્વરનો પૈસો કોઈને પચતો નથી. ભાગ્યે જ કોઈ એવું પાક્યું હશે જેણે પંચ અને પરમેશ્વરના પૈસાનો ગેરવહિવટ કર્યો હોય. પંચ અને પરમેશ્વરના પૈસા પર નજર બગાડનારને નરકમાં પણ જગ્યા મળતી નથી, તેના પાપનો ઘડો અહીં જ ફૂટે છે અને સજા પણ અહીં જ મળે છે. પંચ અને પરમેશ્વરના પૈસાને પચાવી પાડવા મથતા આવા એક કળિયુગી દાનવ સમીર પટેલના પાપ છાપરે ચઢી પોકાર્યા છે જેણે બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી સ્થાનેથી આર્થિક વહિવટી કૌભાંડો કરી બેટ-દ્વારકા મંદિરનું પવિત્ર વાતાવરણ પોતાના કુકર્મોથી પ્રદૂષિત કરી મૂક્યું છે. જે રીતે ભગવાન શ્રી કૃષ્ણએ કંસ, જરાસંઘ, શિશુપાલ, પૌદ્રક જેવા ગ્રહણોમાંથી ધરતીને મુક્તિ અપાવી હતી તે રીતે બેટ-દ્વારકા મંદિર પરથી કંસ, જરાસંઘ, શિશુપાલ, પૌદ્રક સમાન સમીર પટેલનું ગ્રહણ દૂર કરી મુક્તિ અપાવે અને બેટ-દ્વારકાને ફરી પ્રદૂષિત કૌભાંડના ધામમાંથી પવિત્ર કાનુડાના ધામમાં પરિવર્તિત કરે એવી કૃષ્ણભક્તો પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે.
- Advertisement -
કળિયુગી દાનવ સમીર પટેલની જોહુકમીમાંથી બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓથી લઈ બ્રાહ્મણો, પુજારીઓ, વેપારીઓ અને દર્શનાર્થીઓ પણ ત્રાહિમામ
અમદાવાદ સ્થિત બેટ-દ્વારકા મંદિરના ટ્રસ્ટી સમીર પટેલ કરી રહ્યા છે આર્થિક-વહિવટી કૌભાંડ
બેટ-દ્વારકા મંદિર પર કંસ જેવા સમીર પટેલનું ગ્રહણ એવું તો લાગ્યું છે કે, જ્યારથી અમદાવાદના સમીર પટેલ બેટ-દ્વારકા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે ઘૂસ્યા છે ત્યારથી મંદિર ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓ સહિત બેટ-દ્વારકાના બ્રાહ્મણો, પુજારીઓ, વેપારીઓ પણ તેની જોહુકમીથી ત્રાસીને ત્રાહિમામ પોકારી ગયા છે. બેટ-દ્વારકા ટ્રસ્ટમાં સમીર પટેલના એકહથ્થુ શાસનથી કેટલાંક ટ્રસ્ટીઓએ રાજીનામા ધરી દીધા છે તો કેટલાંક ટ્રસ્ટીઓ નિષ્ક્રિય થઈ ગયા છે. બેટ-દ્વારકા મંદિરનો સંપૂર્ણ વહિવટ એકમાત્ર સમીર પટેલે પોતાના હસ્તગત લઈ લીધો છે અને મનમાની કરી રહ્યા છે. બેટ-દ્વારકા મંદિર ટ્રસ્ટના અમદાવાદના ટ્રસ્ટી સમીર પટેલ મનમાની કરી રહ્યાનો અને ટ્રસ્ટનો વહિવટ યોગ્ય રીતે ન થઈ રહ્યાના આક્ષેપ સાથેની અનેક ફરિયાદો રાજ્ય સરકાર અને ન્યાયાલયમાં થઈ છે. આ સમગ્ર મામલે કોર્ટ કેસ પણ ચાલી રહ્યો છે, નવા ટ્રસ્ટીમંડળની નિમણૂક મુદ્દે પણ અનેકવાર રજૂઆતો થઈ છે. આમ છતાં આજ સુધી મજબૂત પીઠબળ અને શૈતાની દિમાગ ધરાવતા જાડી ચામડીના સમીર પટેલને કોઈ ફર્ક પડ્યો ન હતો પરંતુ હવે સમીર પટેલના પાપનો ઘડો છલકાવવાની શરૂઆત થતા ટૂંકસમયમાં તેના તમામ પાપોનો પર્દાફાશ થવા જઈ રહ્યો છે. બ્રાહ્મણોને ચોર કહેનાર સમીર પટેલ ખુદ એક મહાચોર કઈ રીતે છે અને સમીર પટેલના પાપાચારની વધુ વિસ્તૃત વિગત ખાસ-ખબરના આવતા અંકમાં પ્રકાશિત કરવામાં આવશે.
- Advertisement -
સમીર પટેલે બ્રાહ્મણોને ચોર કહ્યાં, આજ સુધી માફી માંગી નથી!
થોડા દિવસ પહેલા બેટ-દ્વારકા મંદિરના દર્શનાર્થે એક લોકસભાના સાંસદ તથા કેટલાક મહેમાનો પધારેલા હતા. દ્વારકાધીશ મંદિરના દર્શને આવેલા મહેમાનોને ગુગળી બ્રાહ્મણો દ્રારા બેટ મંદિરનો ઈતિહાસ, મહીમા તથા મંદિરની પ્રણાલીકાઓ સમજાવવામાં આવી હતી, ત્યારબાદ બેટ મંદિરમાં ચોખાદાનનું મહત્વ પણ સમજાવામા આવ્યું હતું. આ મહાત્મ્ય જાણીને મહેમાનો દ્વારા ગુગળી બ્રાહ્મણોને 500 રૂ. જેટલું દાન આપવામાં આવી રહ્યું હતું. મહેમાનો દ્વારા અપાતું દાન બેટ-દ્વારકા મંદિરના ટ્રસ્ટી સમીર પટેલે જોઈ જતા તેણે મહેમાનોને દાન ન દેવા કહ્યું. એટલું જ નહીં લોકસભાના સાંસદ, તેમની સાથે આવેલા મહેમાનો, અધિકારીઓની ઉપસ્થિતિમાં સમીર પટેલે કહ્યું કે, બ્રાહ્મણો ચોર છે. બ્રાહ્મણોને અપમાનિત કરતા શબ્દો ઉપસ્થિત સૌ કોઈ સહિત મંદિરમા હાજર રહેલા તમામ બ્રાહ્મણોને કાને પડતા તેમણે સમીર પટેલને બ્રાહ્મણોની માફી માગવા કહ્યું હતું પરંતુ વિકૃત મગજના સમીર પટેલે જાહેરમાં બ્રાહ્મણોને ચોર કહી અપમાનિત કર્યા બાદ આજ સુધી બ્રાહ્મણોની માફી માંગી નથી.
બેટ-દ્વારકા મંદિરના સંચાલન માટે નવું બોર્ડ બનાવવું જરૂરી
બેટ-દ્વારકા મંદિરના સુવ્યવસ્થિત સંચાલન માટે એક નવું બોર્ડ બને તે જરૂરી છે. આ બોર્ડની અંદર નવા નિમણૂક કરેલા ટ્રસ્ટીઓ અને સનદી અધિકારીઓનો સમાવેશ કરી શકાય તેમ છે. જો બેટ-દ્વારકાના દ્વારકાધીશ મંદિરનો કબજો નવું બોર્ડ સંભાળે તો પ્રવાસીઓને પણ અનેક પ્રકારની સુવિધાઓ મળશે અને મંદિરનું સંચાલન પણ સુવ્યવસ્થિત થઈ શકશે. આ માટે બેટ-દ્વારકા મંદિરનું વર્તમાન ટ્રસ્ટ બરખાસ્ત કરી, નવેસરથી ટ્રસ્ટીઓની નિમણૂક કરી તેમનો નવા બોર્ડમાં સમાવેશ કરી શકાય. નવા નિમણૂક પામેલા ટ્રસ્ટીઓ અને સનદી અધિકારીની દેખરેખ હેઠળ બેટ-દ્વારકા મંદિરનું સંચાલન થાય તેવું પ્રજા ઈચ્છી રહી છે.
બેટ-દ્વારકા મંદિરનાં લોકરમાં રહેલો ખજાનો પચાવી પાડવો છે સમીર પટેલને?
બેટ-દ્વારકા મંદિરના પવિત્ર વાતાવરણને પ્રદૂષિત કરી મૂકનાર ટ્રસ્ટી સમીર પટેલની ગંદી નજર બેટ-દ્વારકા મંદિરના ખજાના પર છે. બેટ-દ્વારકા મંદિરનો ખજાનો સમીર પટેલને પચાવી પાડવો છે ત્યારે એક અતિ મહત્ત્વની બાબત બહાર આવી છે. લગભગ પચાસ વર્ષથી કોઈપણ પ્રકારના કારણ વગર ભગવાન દ્વારકાધીશજીને ધરાવાતા હીરાજડીત ઝવેરાતો અને સુવર્ણના અલંકારો અમદાવાદમાં નેશનલાઈઝ બેંકનાં લોકરમાં રાખવામાં આવ્યાં છે તે લોકર સમીર પટેલને ખોલવું છે અને તમામ ખજાનો પોતાની હસ્તગત લઈ લેવો છે! આજથી વર્ષો પહેલાં ટ્રસ્ટી વજુભાઈ પાબારીએ આ કિંમતી દાગીનાઓ હાલારની તિજોરીમાં લઈ આવવા માટે ઠરાવ પણ કર્યો હતો તેમ છતાં આજ સુધી કિંમતી દાગીનાઓ અમદાવાદમાં જ રાખવામાં આવ્યા હતા અને હવે બેટ-દ્વારકા મંદિરના અમદાવાદ સ્થિત લોકરમાં રહેલા કરોડો રૂપિયાના અલંકારો અને હીરાજડીત દાગીના સમીર પટેલને પોતાના હસ્તગત લઈને પચાવી પાડવા છે. થોડા દિવસો પહેલા સમીર પટેલને અમદાવાદનું લોકર ખોલવું હતું પરંતુ બ્રાહ્મણોને ચોર કહ્યા બાદ થયેલા વિવાદને કારણે તેણે લોકર ખોલવાનો વિચાર માંડી વાળ્યો હતો.
સમીર પટેલના ત્રાસથી વસુબેન ત્રિવેદી, વજુભાઈ પાબારી અને દ્વારકાદાસ રાયચુરાએ રાજીનામા ધર્યા હતાં
દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકા નજીક ભગવાન શ્રીકૃષ્ણના નિવાસસ્થાન ગણાતા અને પટરાણીઓનો રાણીવાસ મનાતા દરિયાની વચ્ચે આવેલા બેટ-દ્વારકાના દ્વારકાધીશ મંદિરના વ્યવસ્થાપન માટેના ટ્રસ્ટી મંડળમાંથી અઢી દાયકાથી ટ્રસ્ટી તરીકે સેવા આપતા ઉદ્યોગપતિ વજુભાઈ પાબારી અને દ્વારકાદાસ રાયચુરા (મોટાભાઈ) તથા પૂર્વ મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદીએ આજથી ત્રણ વર્ષ અગાઉ સમીર પટેલના ત્રાસથી રાજીનામા ધરી દીધા હતા અને આમ અમદાવાદના એક ટ્રસ્ટી સમીર પટેલનીની મનમાનીના કારણે સર્જાયેલો આંતરકલહ સપાટી પર આવ્યો છે. સમીર પટેલના ત્રાસથી કંટાળીને સારાભલા લોકોએ બેટ-દ્વારકામાં સેવા કરવાનું અને દાન આપવાનું બંધ કર્યું છે!