સૌરાષ્ટ્રનાં દર્દીઓને મળશે મોટી રાહત : 200 બેડની અત્યાધુનિક હોસ્પિટલ શરૂ થશે
ઓપીડી, સુપર સ્પેશ્યાલિટી, રેડિયોલોજી, આઈસીસીયુ, ઓપરેશન થિયેટર, પેથોલોજી, ડાયાલીસીસ, એન્ડોસ્કોપી, ફિઝિયોથેરેપી, એનઆઈસીયુ, પીઆઈસીયુ, કેથલેબ સહિતના આધુનિક વિભાગો રહેશે કાર્યરત: સ્થળ પર જ આયુષ્યમાન કાર્ડ કાઢી અપાશે : 35 ડૉક્ટરોની ટીમ ફૂલટાઈમ હાજર રહેશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જસદણનાં આટકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 200 બેડની અતિ આધુનિક કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો આગામી તા. 28 મેનાં રોજ શુભારંભ કરવામાં આવશે. ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ડૉ.ભરત બોઘરાનો આટકોટમાં અતિ આધુનિક હોસ્પિટલ બને તેવો ડ્રીમ પ્રોજેક્ટ સાકાર થયો છે. આ હોસ્પિટલનો શુભારંભ વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિ તેમજ 2 લાખથી વધુ લોકોની મેદની વચ્ચે થશે. આ હોસ્પિટલમાં ઓપીડી, સુપર સ્પેશ્યાલિટી, રેડિયોલોજી, આઈસીસીયુ, ઓપરેશન થિયેટર, પેથોલોજી, ડાયાલીસીસ, એન્ડોસ્કોપી, ફિઝિયોથેરેપી, એનઆઈસીયુ, પીઆઈસીયુ, કેથલેબ સહિતના આધુનિક વિભાગો કાર્યરત રહેશે. આ અંગેની માહિતી આપવા માટે ભાજપના દિગ્ગજ નેતાઓએ ‘ખાસ-ખબર’ની મુલાકાત લીધી હતી. કે.ડી.પી.મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ અંગેની માહિતી આપતાં ડૉ. ભરત બોઘરાએ જણાવ્યું કે 50 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ હોસ્પિટલમાં દર્દી પ્રવેશ કરશે અને તેને દેશભરની નામાંકિત હોસ્પિટલમાં આવ્યાનો અહેસાસ થશે. જો કે અહીં સારવાર બાદ થનારો ખર્ચ અત્યંત પરવડે તેવો રાખવામાં આવ્યો છે. અન્ય હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટિ માટે દોઢ લાખ જેટલો ખર્ચ થાય છે ત્યારે અહીં માત્ર 40થી 60 હજારમાં જ એન્જિયોપ્લાસ્ટિ કરવામાં આવશે. આ ઉપરાંત ક્રિટિકલ કેરમાં દાખલ દર્દી પાસેથી 250, જનરલ વોર્ડમાં સારવાર મેળવી રહેલા દર્દી પાસેથી 150 રૂપિયાનો જ ચાર્જ વસૂલવામાં આવશે.
અત્યારે 200 બેડની હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે જેને આગામી સમયમાં 400 બેડની કરવામાં આવશે. આ સાથે જ અહીં મેડિકલ કોલેજ બનાવવાની પણ તૈયારી ચાલી રહી છે. હોસ્પિટલમાં 6 ઓપરેશન થિયેટરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત અહીં ફૂલટાઈમ ડોક્ટર, વિઝિટિંગ સુપરસ્પેશ્યાલિટી ક્ધસલ્ટન્ટ સહિતના નિષ્ણાત તબીબોને પણ કાર્યરત રાખવામાં આવશે જે રાજકોટની નામાંકિત હોસ્પિટલોમાં ફરજ બજાવી રહ્યા છે. ફૂલટાઈમ ડોક્ટર તરીકે ગાયનેક, સર્જરી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, મેડિસીન, રેડિયોલોજી, પેથોલોજી, ડેન્ટલ અને ફિઝિયોથેરેપી કાર્યરત રહેશે. જ્યારે વિઝિટિંગ સુપરસ્પેશ્યાલિટી ક્ધસલ્ટન્ટ તરીકે નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ન્યુરો સર્જરી, રૂમેટોલોજી, યૂરોલોજી, ગેસ્ટ્રો સર્જરી, ઓન્ક્રોલોજી, ગેસ્ટ્રોલોજી, ક્રિટિકલ કેર સહિતના દરરોજ ત્રણ કલાક માટે ઉપસ્થિત રહેશે. એકંદરે કુલ 300 જેટલા તબીબી તેમજ નર્સિંગ સ્ટાફની ટીમ દર્દીનારાયણની સુશ્રુષા માટે ઉપસ્થિત રહેશે.
કે.ડી.પી. મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનાં સ્વપ્નદૃષ્ટા ડૉ.ભરત બોઘરાએ ‘ખાસ-ખબર’ની મુલાકાત લઈ હોસ્પિટલ વિશે માહિતી આપી હતી
- Advertisement -
‘ખાસ-ખબર’ની મુલાકાત વેળાએ હોસ્પિટલના સ્વપ્નદૃષ્ટા ડો.ભરત બોઘરા, લાખાભાઈ સાગઠિયા, મેયર ડો.પ્રદીપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખ રામાણી, ભાજપનાં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ સહિતના ખાસ ઉપસ્થિત રહી નિમંત્રણ પાઠવ્યું હતું.
50 કરોડનાં ખર્ચે નિર્મિત હોસ્પિટલમાં દર્દી પ્રવેશ કરશે એટલે તેને દેશની નામાંકિત હોસ્પિટલમાં પ્રવેશ્યાનો થશે અહેસાસ : ડૉ. ભરત બોઘરા
મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઉપલબ્ધ થનાર સેવાઓ
ઓપીડી વિભાગ : મેડીસીન, સર્જરી, ઓર્થોપેડીક, ગાયનેક, પીડીયાટ્રીક, સ્ક્રીન, ડેન્ટલ, ઇ.એન.ટી., સુપર સ્પે. વિભાગ : કાર્ડિયોલોજી/સર્જીકલ, યુરોલોજી, નેફરોલોજી, ઓનકોલોજી, ગેસ્ટ્રો, કેન્સર, રૂમેટોલોજી (વા), રેડિયોલોજી વિભાગ : સીટી સ્કેન, એકસ-રે, સોનોગ્રાફી, આઇસીયુ : ઝેરી દવા, સર્પ દંશ, હૃદયરોગ, પક્ષઘાત, જટીલ રોગની સારવાર, ઓપરેશન થીએટર : કલાસ 100 લેમીનર મોડયુલર ઓપરેશન થીયેટર, સાંધા બદલાવા, કેન્સર, પ્રોસ્ટેટ, હૃદય અને મગજની જટીલ સર્જરી
2 લાખની મેદની એકઠી થશે
વડાપ્રધાનની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 2 લાખ લોકો એકઠા થશે તે માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે રાજકોટ શહેર-જિલ્લા ભાજપના આગેવાનો સાથે બેઠક કરી હતી. ઙખની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમ જાજરમાન બને તે માટે પાટીલે ભાજપના સ્થાનિક આગેવાનો સાથે કાર્યક્રમની કેવી તૈયારી થઇ રહી છે તેની માહિતી મેળવી હતી.
વિઝીટીંગ સુપરસ્પેશ્યાલિટી કસલ્ટન્ટ
નેફ્રોલોજી : ડૉ. ડેનિશ સાવલિયા, ડૉ. નિયતિ ભાલાણી
કાર્ડિયોલોજી : ડૉ. નિખીલા પાચાણી,
ડૉ.મનદીપ ટીલાળા, ડૉ. વિશાલ પોપટાણી, ડૉ.જયરામ પ્રજાપતિ, ડૉ. અંકુર ઠુમ્મર
ન્યુરોલોજી : ડૉ.કૌમિલ કોઠારી, ડૉ. કલ્પેશ સનારીયા
ન્યુરો સર્જરી : ડૉ. અંકુર પાચાણી,
ડૉ. જીગરસિંહ જાડેજા
રૂમેટોલોજી : ડૉ. ધવલ તન્ના
યુરોલોજી : ડૉ. પ્રતિક અમલાણી, ડૉ.કૃણાલ કુંડલિયા
ગેસ્ટ્રો સર્જરી : ડૉ.નિકુંજ પટેલ, ડૉ.રાજન જગડ
ઓન્ક્રોલોજી : ડૉ. કેમીલ રાજપરી, ડૉ. શ્ર્વેતા ટીલાળા
ગ્રેસ્ટ્રોલોજી : ડૉ. ચિંતન કણસાગરા, ડૉ. દેવાંગ ટાંક, ડૉ. નિતીન રામાણી
ક્રિટીકલ કેર : ડૉ. મયંક ઠકકર, ડૉ. જયેશ ડોબરીયા