ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
સાવરકુંડલા તાલુકાના ભાજપ મહામંત્રી ચેતનભાઈ માલાણી ઉપર હુમલાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ.
વાત જણે એમ છે કે અમરેલી જિલ્લાના સા.કુંડલા તાલુકાના ભાજપના મહામંત્રી ચેતન માલાણી પર આજે હુમલો થયો..
- Advertisement -
આમ નેતાઓ પર થતાં હુમલાના કારણે લોકોમાં પણ એક વાત હવે ચર્ચાના ચકડોળે થતી જોવા મળે છે કે જો નેતાઓ પર હુમલાની ઘટના બની રહી છે ત્યારે આમ જનતા કેટલી સુરક્ષિત? હુમલો ક્યાં કારણે થયો તે હજુ પોલીસ તપાસ હાથ ધરી રહી છે પણ હુમલો ખુબ મોટો છે. ચેતનભાઈને અમરેલી બાદ ભાવનગર હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે વધુ વિગતની રાહ જોવાઈ રહી છે.