ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
ગુજરાત સરકાર ના કોમ્યુનીટી આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરના “તેરા તુજકો અર્પણ” ઝુંબેશ હેઠળ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ કમિશ્નર ઝોન- 1 જગદિશ બાંગરવા નાઓના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ હતું. જેમાં મદદનીશ પોલીસ કમિશ્નર આર.એસ.બારીઆ ઉત્તર વિભાગ તથા બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ.જાડેજા નાઓની ઉપસ્થિતીમાં બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રજાની બહોળી સંખ્યાની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવેલ.
જેમાં અત્રે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ/ચોરાયેલ મોબાઈલ ફોનની ફરિયાદ/અરજી મળતી હોય છે જે ફરિયાદ/અરજી ઉપરથી “CEIR” પોર્ટલ તથા હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરી “ઈઊઈંછ” પોર્ટલમાં સતત મોનિટરીંગ કરી આવા ગુમ/ચોરાયેલ મોબાઈલ ફોનને શોધી કાઢવામાં આવેલ છે. તેમજ જેમાં “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી કુલ-60 મોબાઈલ ફોન જેની કુલ કિ.રૂ.8,70,709/- ના “CEIR” પોર્ટલ દ્વારા શોધી રીકવર કરવામાં આવેલ અને મોબાઈલના માલિકોને પરત કરી આપવામાં આવેલ છે.તથા એક અરજદારને તેનું ચોરી થયેલ એક મોટર સાયકલ કિ.રૂ.15000/- નું અરજદારને પરત આપવામા આવેલ છે.
તેમજ છેલ્લા બે મહિના દરમ્યાન સાયબર ફ્રોડ થયેલ હોય તેવી અલગ – અલગ અરજીમાં ફ્રીઝ રહેલ અરજદારની સાયબર ફ્રોડમાં ગયેલ રકમમાંથી કુલ 05 અરજીના અરજદારને કોર્ટ મારફતે રીફન્ડ પ્રોસેસ કરાવી કુલ રકમ રૂ.2,24,303/- અરજદારને તેઓના નાણા પરત અપાવેલ છે.