રાપરમાં કે.પી. સ્વામી બોલ્યાં- ‘સનાતન ધર્મ કી’..‘રામચંદ્ર ભગવાન કી’ ને પછી પાકિસ્તાન કી..
સ્વામીજીએ ચકલી ઉડે ફરરર… જેવું કર્યું: પહેલાં પાકિસ્તાનની જય બોલાવી.. પછી કહ્યું પાકિસ્તાનની જય કેમ બોલો છો?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાપરના ચિત્રોડ રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ગત તા.10ના પીએમ આવાસ યોજનના ઇ- લોકાર્પણ પ્રસંગે ગુરૂકુળના કેપી સ્વામીએ પોતાના પ્રવચન દરમિયાન ભારત માતાકી જય સાથે વિવિધ દેવી દેવતાઓના નામ બોલી ઉપસ્થિત જનસમૂહ પાસે જય બોલાવી હતી, જોકે જય ઘોસના આખરમાં સ્વામીએ પાકિસ્તાન બોલતા જ સભાએ તુરંત જય બોલાવી હતી, આ સમયે ક્ષણભર માટે સભા મંડપમાં સોપો પડી ગયો હતો. જોકે, સ્વામીએ કહ્યું હતું કે ભારતનું અનાજ ખાવો છો, ભારતની માટી ઉપર રહો છો અને પાકિસ્તાનની જય બોલાવતા શરમ ના આવી તમને ? અલબત્ત સ્વામીના રાષ્ટ્રભાવ જગાવવાના ભવાર્થનો અધૂરો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
રાપરના સ્વામિનારાયણ ગુરુકુળ પાસેના મેદાનમાં પીએમ મોદી આવાસ યોજનાના લોકાર્પણ પ્રસંગે રાપર ગુરુકુળના કેપી સ્વામીએ ભારત માતા કી, સનાતન ધર્મ કી, હિન્દુ રાષ્ટ્ર કી, ગાય માતા કી, કૃષ્ણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી પછી પાકિસ્તાન કી.. અને ક્રમસર જય બોલતા લોકો પાકિસ્તાન સાંભળ્યા બાદ તેની પણ હોશમાં ને હોશમાં જય બોલી ગયા હતા. જોકે, તુરંત સ્વામીએ ભક્તોને ટોક્યા હતા કે હિન્દુસ્તાનનુ ખાઈને પાકિસ્તાનની જય કેવી રીતે બોલો છો?
આ વિશે રાપર ગુરૂકુળના કેપી સ્વામી સાથે વાત કરતા તેમણે સંપૂર્ણ ઘટના અંગે ખંડન કરતા જણાવ્યું હતું કે, આવાસ લોકાર્પણના કાર્યક્રમ વેળાએ રાષ્ટ્રભવના લોકો કેટલા સચેત છે, તેવા ભાવ સાથે મેં જય બોલાવી હતી, પરંતુ મારો ભાવાર્થ ખોટો નહોતો, જે દેશનું ખાઈએ છીએ અને પાકિસ્તાનની જય બોલો છો…? એમ કહ્યું હતું. કોઈએ વીડિયો કાપી મને બદનામ કર્યો છે. જે વીડિયો છે તે અધૂરો છે, સંપૂર્ણ વીડિયોમાં મેં દેશભક્તિની જ વાત કરી છે.