સુરતમાં પીપલોદ વિસ્તારમાં રાત્રિનાં સમયે એક કાર બેફામ ગતિએ જઈ રહી હતી તે દરમિયાન બે યુવકો હોટલમાંથી પોતાનું કામ પતાવીને ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે બેફામ દોડી રહેલી કારે બંને યુવકોને અડફટે લીધા હતાં અને અંદાજિત ૧૦૦ મીટર સુધી બંને યુવકોને રસ્તામાં ઘસડયા હતા અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં બંને યુવકોનુ ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું અકસ્માતની ઘટનાને પગલે લોકોનાં ટોળે ટોળા ઘટનાસ્થળ પર એકઠા થઈ ગયાં હતાં અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી જેથી પોલીસ ગણતરીનાં સમયમાં ઘટનાં સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે બન્ને યુવકોનાં મૃત દેહ ને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી પોલીસે સી.સી. ટીવી કેમેરાનાં ફૂટેજની તપાસ શરૂ કરી છે પીપલોદ વિસ્તારમાં જાણે નબીરાઓ માટે બેફામ બન્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અવાર – નવાર નબીરાઓ દ્વારા ફૂલ સ્પીડમાં વાહન હંકારતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે
- સુનિલ ગાંજાવાલા