રાજકોટ ગ્રામ્ય SP બલરામ મીણા SOG PI એ.આર.ગોહીલ, PSI એચ.ડી.હિંગરોજા તથા એ.એસ.આઇ ઉપેન્દ્રસિહ જાડેજા, પરવેઝભાઇ સમા, જયવિરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, હિતેષભાઇ અગ્રાવત, અમીતભાઇ કનેરીયા, સંજયભાઇ નિરંજની, રણજીતભાઇ ધાધલ, વિજયગીરી ગોસ્વામી, ડ્રાઇવર એ.એસ.આઇ અમુભાઇ વિરડા તથા સાહીલભાઇ ખોખર ના સ્ટાફ સાથે પેટ્રોલીંગ દરમિયાન પો.હેડ.કોન્સ જયવિરસિહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, હિતેષભાઇ અગ્રાવત, રણજીતભાઇ ધાધલ ને બાતમી મળેલ કે ગોંડલ તાલુકાના બીલીયાળા ગામના પાટીયા પાસે આવેલ પરીન ફર્નિચરના કારખાનામાં રહેતો રાજીવકુમારસિંહ ભુમીહાર બિહાર વાળો પોતાના વતનમાંથી આવેલ છે અને તેની સાથે ગાંજાનો જથ્થો વેચાણ કરવા લાવેલ છે જે હકિકત આધારે રેઇડ કરતા ગાંજાનો જથ્થો ૧ કિલો ૯૫૦ ગ્રામ જેની કુલ કિ.રૂ.૧૯,૫૦૦/- એક થેલો કિ.રૂ.૨૦૦/- અને મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦/- કુલ કિ.રૂ.૨૦,૨૦૦/- નો મુદામાલ કબ્જે કરી ગોંડલ ગોંડલ તાલુકા પો.સ્ટે ખાતે એન.ડી.પી.એસ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.