સુરતમાં બેટી પઢાવો બેટી બચાવોનાં અભિયાન માટે લોકો મોટા પ્રમાણમાં જોડાયાં છે પણ તેનો અમલ કોઈ નથી કરતું અને આજનાં જમાનામાં બેટીને આજે પણ બોજ માનવામાં આવી રહ્યો છે તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે ત્યારે સુરતનાં વરાછા વિસ્તારમાં એક બિલ્ડરે પુત્ર ન આપનારી મહિલાને બે દીકરીઓ સાથે ઘરની બહાર કાઢી મુકી હોવાનો બનાવ સામે આવ્યો છે. મહિલા એ ન્યાય માટે તંત્રની મદદ લીધી હતી પરંતુ તેમાં સફળતા ન મળતાં આખરે સાસરીના ઘરમાં પ્રવેશ માથે સામાજિક સંગઠન ની મદદ થી ઘરણાં પર ઉતરી છે.
પતિ અને સસરાના ઘર સામે બેનર લઈને અને બંને દીકરીઓને લઇને પહોંચેલી મહિલાએ આક્ષેપ સાથે કહ્યું કે બે દીકરીઓ સાથે ઠોકરો ખાવા અમે મજબૂર છીએ 21મી સદીમાં દીકરા દીકરીઓ એક સમાન છે. ત્યારે આજે પણ કેટલાક સમાજમાં દીકરી કરતાં દીકરાને વધુ મહત્વ અપાય છે અને જે મહિલા દીકરીને જન્મ આપે છે. અને દીકરાને જન્મ નથી આપતી તેવી મહિલાને પતિ અથવા તો સાસરીવાળા ઘરમાંથી કાઢી મુકવાની એક ઘટના સામે આવી છે ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે.
- Advertisement -
ક્રિશાંગ ગાંજાવાલા
સુરત