ચીની વિદ્યાર્થીઓ બીજા ક્રમે: ભારતીય વિદેશ મંત્રાલયે વિદ્યાર્થીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો
અમેરિકન સરકાર AI એપની મદદથી વિદ્યાર્થીઓની ઓળખ કરી રહી છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
યુએસ સરકારે તાજેતરમાં ઘણા વિદેશી વિદ્યાર્થીઓને તેમના વિઝા રદ કરવાની જાણ કરતા ઇમેઇલ મોકલ્યા હતા. આ મેઇલમાં આ વિદ્યાર્થીઓને અમેરિકા છોડી દેવાનું કહેવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, આમાંથી 50% ભારતીય વિદ્યાર્થીઓ છે.
અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (અઈંકઅ) એ આવા 327 વિદ્યાર્થીઓ વિશે માહિતી એકત્રિત કરી છે. આમાંથી 50% થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે. ભારત પછી, ચીન બીજા સ્થાને છે. આ યાદીમાં 14% વિદ્યાર્થીઓ ચીની છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ છેલ્લા ચાર મહિનાથી વિદેશી વિદ્યાર્થીઓના ડેટાની તપાસ કરી રહ્યું છે. આ દ્વારા, ઇઝરાયલ વિરુદ્ધ અને હમાસના સમર્થનમાં પ્રદર્શન કરી રહેલા વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવી રહ્યા છે. સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોના જણાવ્યા અનુસાર, 26 માર્ચ સુધીમાં, 300થી વધુ ‘હમાસ-સમર્થક’ વિદ્યાર્થીઓના ઋ-1 વિઝા રદ કરવામાં આવ્યા હતા. આમાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
અમેરિકન સરકાર અઈં એપ ‘કેચ એન્ડ રિવોક’ ની મદદથી આવા વિદ્યાર્થીઓની ઓળખ કરી રહી છે. સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોના જણાવ્યા અનુસાર, 26 માર્ચ સુધીમાં, 300થી વધુ ‘હમાસ-સમર્થક’ વિદ્યાર્થીઓના ઋ-1 વિઝા રદ કરવામાં આવ્યા હતા. આમાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. 5 માર્ચે, તુર્કીની વિદ્યાર્થીની રુમેસા ઓઝતુર્કની ઓળખ સૌપ્રથમ એપનો ઉપયોગ કરીને કરવામાં આવી હતી. તે બોસ્ટનની ટફ્ટ્સ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. તેણે સોશિયલ મીડિયા પર પેલેસ્ટાઇનના સમર્થનમાં પોસ્ટ કરી હતી, ત્યારબાદ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેનો વિઝા રદ કર્યો હતો.