ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં હતું
શનિવારે બપોરે કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે બાદ લોકો ડરી ગયા અને પોતાની ઓફિસ અને ઘર છોડીને બહાર નીકળી ગયા. શરૂઆતની માહિતી અનુસાર, ખીણમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ઓફિસોમાંથી બહાર આવીને ખુલ્લા મેદાનમાં ઉભા રહ્યા. ત્યારે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હોવાનું કહેવાય છે. ત્યાં આવેલા ભૂકંપની તીવ્રતા 5.9 હતી. હાલ ભૂકંપથી કોઈ નુકસાન ના સમાચાર નથી.
- Advertisement -
ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં હતું. ભૂકંપની ઊંડાઈ પૃથ્વીથી 86 કિલોમીટર નીચે હતી. એક દિવસ પહેલા, ઉત્તરી ચિલીમાં 5.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારે 15 એપ્રિલના રોજ, અમેરિકાના કેલિફોર્નિયાના સાન ડિએગો કાઉન્ટીમાં ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 5.2 હતી. ભૂકંપના કારણે થયેલા કંપનો કેમેરામાં કેદ થયા હતા.
દક્ષિણ કેલિફોર્નિયામાં આવેલા ભૂકંપથી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું નથી. ત્યારે 13 એપ્રિલના રોજ હિમાચલ પ્રદેશના મંડીમાં ભૂકંપ આવ્યો હતો. તેની ઊંડાઈ પૃથ્વીથી 5 કિમી હતી. તેની તીવ્રતા 3.4 હતી. 12 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પૂંછ અને રાજૌરી જિલ્લાના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.8 હતી. પૃથ્વીથી તેની ઊંડાઈ 10 કિમી હતી. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાન હતું. ત્યારે આજના ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હોવાનું કહેવાય છે. ત્યાં આવેલા ભૂકંપની તીવ્રતા 5.9 હતી.
- Advertisement -