નેટફ્લિક્સ પર આવેલ ‘છાવા’ ફિલ્મને નબળો પ્રતિસાદ : ‘ધૂમધામ’ ફિલ્મ અત્યારે ટોચ પર!
વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’એ બોક્સ-ઑફિસ પર તો જબરદસ્ત કમાણી કરી છે. પણ આ ફિલ્મ OTT પર રસાડો પર્ફોર્મન્સ આપી શકી નથી. આ ફિલ્મ 11 એપ્રિલે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. એને પહેલા અઠવાડિયામાં 2.2 મિલ્યન વ્યુઅરશિપ મળી છે અને એનું સ્થાન પ્લેટફોર્મ પર નબળો દેખાવ કરનારી ફિલ્મોમાં ’આઝાદ’ અને ‘ઇમરજન્સી’ પછી ત્રીજા નંબરે છે. આ આંકડા નેટફ્લિક્સના 7 એપ્રિલથી 13 એપ્રિલના ઍનેલિસિસના આધારે મળ્યા છે. આમ વિકી કૌશલની આ પિરિયડ ડ્રામા ફિલ્મ ટોપ ટેન ફિલ્મના લિસ્ટમાં માત્ર ભારતમાં જ નંબર વન પર ટ્રેન્ડ કરી રહી છે.
- Advertisement -
એક તારણ એવું છે કે ’છાવા’એ થિયેટરમાં બહુ સારું પ્રદર્શન કર્યું છે જેના કારણે એને OTT પર ઓછા દર્શકો મળી રહ્યા છે.
OTT ની ટોપ 6 ફિલ્મ્સ
1. ધૂમધામ – 4.1 મિલ્યન
2. નાદાનિયાં – 3.9 દિચન
3. દેવા – 2.8 મિલ્યન
4. છાવા – 2.2 મિલ્યન
5. ઇમરજન્સી- 1.4 મિલ્યન
6. આઝાદ – 1.1 મિલ્યન