ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
IPLની 18મી સીઝનમાંથી CSKને લઈને મોટા સમાચાર આવ્યા છે. ટીમનો રેગ્યુલર કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાના કારણે આ સીઝનમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ હવે આવનારી બધી જ મેચમાં એમએસ ધોની ટીમની કમાન સંભાળશે. આ માહિતી ટીમના કોચ સ્ટીફન ફ્લેમિંગે આપી છે.ગાયકવાડની કેપ્ટનશીપમાં CSK પણ ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ટીમ ગયા સીઝનમાં પ્લેઓફમાં સ્થાન મેળવી શકી ન હતી અને હવે આ વખતે તેઓ પહેલી 5માંથી 4 મેચ હારી ગઈ છે. CSKની ટીમ હાલમાં 10 ટીમમાંથી નવમા ક્રમે છે. હવે ધોની KKR સામે કેપ્ટન બનતાની સાથે જ સૌથી મોટી ઉંમરનો કેપ્ટન બનવાનો પોતાનો જ રેકોર્ડ તોડશે. તે 43 વર્ષની ઉંમરે CSKની કમાન સંભાળશે. અગાઉ 2023ની ફાઈનલમાં ગુજરાત સામે કેપ્ટનશિપ કરી હતી. ત્યારે તે 41 વર્ષનો હતો. જ્યાં સુધી રિપ્લેસમેન્ટની વાત છે, અમારી પાસે ટીમમાં ફક્ત થોડા જ વિકલ્પો છે. અમે હજુ સુધી કોઈના પર નિર્ણય લીધો નથી. ધોની જવાબદારી સંભાળવા માટે તૈયાર હતો. તેથી જ તેનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું.